ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રામગોપાલ વર્મા પોતે કોરોના પોઝિટિવ હોવાની મજાક કરતાં થયા ટ્રોલ - રામગોપાલ વર્મા થયા ટ્રોલ

બોલીવૂડમાં કોરોના વાઈરસનો એક કેસ સામે આવ્યા બાદ સૌ કોઈ સાવચેતી રાખી રહ્યાં છે. સાથે જ લોકોન પણ આ અંગે જાગ્રત રહેવાની અપીલ કરી રહ્યાં છે, ત્યારે ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્ટીટ કરી આપી હતી. જે જાણી સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. જો કે, બાદમાં તેમણે આ વાત ખોટી હોવાનું જણાવી માફી માગી હતી.

ramgolpal verma
ramgolpal verma

By

Published : Apr 2, 2020, 2:45 PM IST

મુબંઈઃ કોરોના વાઈરસના ભયની વચ્ચે ફિલ્મમેકર રામગોપાલ વર્માના ટ્વીટે લોકોને ચિંતામાં મૂકી દીધા હતાં. તેમણે ટ્વીટ કર્યુ હતું કે, તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તેમને ઢગલાબંધ ટ્વીટ આવવા લાગ્યા હતા. ત્યારે તેમણે આ વાતન ખોટી ઠરાવીને માફી લોકો સમક્ષ માગી હતી.

મળતી માહિતી પ્રમાણે, રામગોપાલ વર્માએ પોતાના કોરોના પોઝિટિવ ગણાવીને લોકોને એપ્રિલફૂલ બનાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ડૉકટરે મને કહ્યું છે કે, મને કોરના પોઝિટીવ છે.

જો કે, આ ટ્વીટ બાદ તેમના ચાહકો તરફથી પ્રતિક્રિયા બાદ તેમણે માફી માગીને આ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું. આ વાત બહાર આવ્યા બાદ તે ટ્રોલર્સના શિકાર બન્યા હતા. લોકોએ તેમને કહ્યું કે, આવી જીવલેણ મહામારીની વચ્ચે દેશ ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે તમે આવી મજાક કરી રહ્યાં છો. શરમ આવી જોઈએ.

આ પ્રકારના જવાબ બાદ રામગોપાલ વર્માએ માહોલને હળવો કરવા કહ્યું હતું કે, આ મજાક મારા પર હતી. છતાં મેં કોઈની લાગણી દુભાવી હોય તો મને માફ કરજો.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details