રાખી સાવંતના ભાઈ રાકેશ સાંવતની ફિલ્મ ટૂંક સમયમાં જ રિલિઝ થવાની છે. જેનું પ્રીમિયર શુક્રવારે યોજાયું હતું. આ ફિલ્મનું નામ 'મુદ્દા 370 j&k' છે. જેના એક ગીતમાં રાખી સાવંત જોવા મળશે. ફિલ્મની સ્ક્રિનીંગને લઈ રાખીએ જણાવ્યું હતું કે, તે વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરે માટે આ ફિલ્મનું વિશેષ સ્કિનીંગનું આયોજન કરવા ઈચ્છે છે.
PM મોદી માટે ફિલ્મના વિશેષ સ્ક્રિનીંગની રાખી સાવંતે વ્યક્ત કરી ઇચ્છા - રાખી સાવંત ન્યૂઝ
મુંબઈઃ કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાંવત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ટૂંક સમયમાં તેના ભાઈ રાકેશ સાવંતની ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કલમ 370ને પર આધારીત છે. જેને લઈ રાખી સાવંતે જણાવ્યું હતું કે, તે દિગ્ગજ અભિનેતા અને વડાપ્રધાન મોદી માટે આ ફિલ્મનું વિશેષ સ્ક્રિનીંગ રાખશે.
રાખી સાંવત
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વડાપ્રધાન મોદીએ કલમ 370 હટાવીને ઐતિહાસિક નિર્ણય લીઘો હતો. જેના પડઘા દેશભરમાં જોવા મળ્યાં હતાં.