મુંબઈ: બોલીવૂડની વિવાદોની મહારાણી કહેવાતી રાખી સાવંત ફરી એકવાર તેના વાહિયાત નિવેદનો માટે સોશીયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત તેના સપનામાં આવ્યો હતો અને હવે તે તેની કૂખેથી જન્મ લેવાનો છે.
આ વાત પર સોશીયલ મીડિયા યુઝર્સ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
રાખી કહે છે, “સુશાંતે મારા સપનામાં આવીને મને કહ્યું કે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારબાદ તે મારી કૂખેથી જન્મ લેશે.”
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા યુઝર્સ તેને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે અને તેને શરમ આવવી જોઈએ તેમ જણાવી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર નારાજગી દર્શાવતા તેને ડિલીટ કરવા જણાવ્યું હતું. તો અન્ય એક યુઝરે તેનું એકાઉન્ટ રિપોર્ટ કરવાની માગ કરી હતી.