મુંબઈઃ પોતાના દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા રાજકુમારે તેની આગામી સ્પોટ્સ ડ્રામા ફિલ્મમાં નુસરત ભરૂચા સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડયા પર શેયર કર્યુ છે. જેને તેના ચાહકોએ ખૂબ વખાણ્યું છે. આ સાથે બોલીવુડ સેલેબ્સે પણ ટીમની પ્રશંસા કરીને તેની સફળતા માટેની શુભેચ્છા પાઠવી હતી.
ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર સ્કૂલના સ્પોર્ટસ રૂમમાં રેડ આઉટફિટમાં ખુરશીમાં સૂતો જોવા મળે છે. તેની બાજુમાં ઉભેલા બાળકો તેને અચંભિત થઈને જોઈ રહ્યાં છે. તો અભિનેત્રી નુસરત ભરૂચા સલાવર સૂટમાં રાજકુમાર પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે.