રાજકુમાર રાવ, નુસરતા ભરૂચાની આ ફિલ્મ અજય દેવગન, લવ રંજન તથા અંકુર ગર્ગ પ્રડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ ઉત્તરપ્રદેશના એક નાના શહેર પર આધારિત છે. હંસલ મહેતાએ શનિવારના રોજ રાજકુમાર સાવ તથા નુસરત ભરૂચા સાથેની એક ફોટો ટ્વીટ કર્યો છે.
રાજકુમાર રાવ અને નુશરતની સ્ટારર ફિલ્મ ‘તુર્રમ ખાન’ આ તારીખે થશે રિલીઝ - તુર્રમ ખાન
મુંબઇ: બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર હંસલ મેહતા તથા અભિનેતા રાજકુમાર રાવને અપકમિન્ગ ફિલ્મ "તુર્રમ ખાન"માં એક સાથે કામ કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ‘સિમરન’, ‘સિટીલાઇટ્સ’ ફેમ ડિરેક્ટર હંસલ મહેતા આ ફિલ્મના ડિરેક્ટર છે. ‘સિટીલાઇટ્સ’ ફિલ્મ બાદ રાજકુમાર અને હંસલનો એક્ટર-ડિરેક્ટર આ ફિલ્મથી ફરી સાથે કામ કરી રહ્યો છે.
સૌ.ટ્વીટ
રાજકુમાર રાવ અને નુશરત ભરૂચાએ અગાઉ ‘લવ, સેક્સ ઔર ધોખા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ‘તુર્રમ ખાન’ ફિલ્મ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. જે ઉત્તર પ્રદેશનાં એક નાનકડાં ગામમાં સેટ છે. આ ફિલ્મને અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગે પ્રોડ્યૂસ કરી છે. નુશરત ભરૂચાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ છે. આ ફિલ્મમાં તે પ્રથમવાર આયુષ્માન ખુરાના સાથે દેખાવાની છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.