ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દિલ બેચારા' જોઇ ઇમોશનલ થયા રાજકુમાર રાવ અને કૃતિ સેનન - રાજકુમાર

કૃતિ સેનન અને રાજકુમાર રાવે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોયા બાદ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મના મોન્ટાજને શેર કરતા એક દિલને સ્પર્શતી નોટ લખી છે. જેને જોઇને એક્ટરના ફેન્સ પણ ભાવુક થઇ રહ્યા છે.

rajkummar rao and kriti sanon emotional after watching dil bechara
rajkummar rao and kriti sanon emotional after watching dil bechara

By

Published : Jul 26, 2020, 7:10 PM IST

મુંબઇઃ બૉલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે.

જેને જોઇને તેના ફેન્સ ઇમોશનલ થઇ રહ્યા છે. ફેન્સ ઉપરાંત કેટલાય બૉલિવૂડ સેલેબ્સ પણ સુશાંતની છેલ્લી ફિલ્મ જોઇ ભાવુક થઇ રહ્યા છે અને તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

એવામાં સુશાંતની સાથે કામ કરી ચૂકેલા અને તેના સારા મિત્ર એક્ટર રાજકુમાર રાવ અને એક્ટ્રેસ કૃતિ સેનને પણ આ ફિલ્મ જોઇ અને સુશાંતને યાદ કરતા આ ફિલ્મ વિશે વાત કરી હતી.

રાજકુમાર રાવ 'દિલ બેચારા' જોયા બાદ ઇમોશનલ થયા હતા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના મોન્ટાજને શેર કર્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, 'દિલ બેચારાએ એકવાર ફરીથી મારું દિલ તોડ્યું છે. આ એક સુંદર અને દિલને સ્પર્શતી ફિલ્મ છે. સુશાંતે તેમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. તેના ચાર્મ અને એનર્જીનો કોઇ જવાબ નથી અને તેની સુંદર સ્માઇલ. આપણો સુપરસ્ટાર. ખૂબ જ શાનદાર ડેબ્યુ છે તમારો મુકેશ છાબરા અને સંજના સાંધી, તમે ફિલ્મમાં કમાલ કર્યું છે. એ આર રહમાન તમને સલામ છે સર...'

કૃતિ સેનને પણ આ મોન્ટાજને શેર કરતા લખ્યું કે, આ સેરી નથી. આ વાત મને કબુલ નથી. આ ફિલ્મે મારું દિલ એકવાર ફરીથી તોડ્યું છે. મેં મેનીમાં તને ફરીથી જીવિત જોયો છે. મને પુરી રીતે ખબર છે કે, આ પાત્રમાં તે ક્યાં ક્યાં તારો ભાગ છોડ્યો છે અને હંમેશા આ રીતે તારા સૌથી સારી પળ એ હતી કે, જેમાં તું ચુપ હતો. તે પળ જેમાં તે વગર કહ્યે ઘણું બધુ કહ્યું છે.

એક્ટ્રેસે આગળ લખ્યું કે, મુકેશ છાબરા મને ખબર છે કે, આ ફિલ્મ માટે આપણે બધાએ જેટલું વિચાર્યું હતું, તેનાથી વધુ તે મહત્વની છે. તમે તમારી આ પહેલી ફિલ્મમાં ઘણા બધી ભાવના આપી છે. તમારું અને સંજના સાંધીની આગળની સફર સુંદર બને.

વધુમાં જણાવીએ તો સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપતા બધાએ ભીની આંખોથી સુશાંતને અલવિદા કહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેના પાછળનું કારણ ડિપ્રેશન ગણાવવામાં આવ્યું છે. પરંતુ મુંબઇ પોલીસ હજૂ કેસની તપાસ કરી રહી છે.

આ ઉપરાંત સુશાંતના ફેન્સ અને અમુક બૉલિવૂડ સ્ટાર્સ આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરી રહ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details