ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કિસી પર ભરોસા ન કરે'ની ચેતવણી સાથે 'મેન્ટલ હૈ ક્યાં'નું મોશન પોસ્ટર રીલિઝ - Cinema

મુંબઈ: બૉલિવુડ એક્ટ્રેસ કંગના રૈનોત અને એક્ટર રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યાં'નું પોસ્ટર રીલિઝ થયું છે. આ મોશન પોસ્ટર ખૂબ જ અનોખું છે. જેમાં બંને જ કલાકાર એક વાર ફરી સાથે જોવા મળશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 18, 2019, 5:20 PM IST

બૉલિવુડ સ્ટાર કંગના રૈનોત અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યાં" 26 જૂલાઇએ રીલિઝ થવા જઇ રહી છે. મંગળવારે આ ફિલ્મનું બીજું મોશન પોસ્ટર રીલિઝ થયું હતું. આ ફિલ્મનું ટ્રેલર જલ્દી જ રીલીઝ કરવામાં આવશે. કંગના રૈનોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટરને શેર કરીને કેપ્શન આપ્યું કે, "આ લોકો તમારી ધારણાઓ પર આગ લગાવવા અહીંયા છે. જેથી કોઈ પર વિશ્વાસ કરવો નહીં."

વધુમાં તમને જણાવીએ તો આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર 17 એપ્રિલે રજૂ કરવામાં આવ્યું હતું. રાજકુમાર રાવ અને કંગના રૈનોત બીજી વખત સિલ્વર સ્ક્રિન પર સાથે જોવા મળશે. આ પહેલા પણ આ જોડીએ 'ક્વિન'માં ધમાલ મચાવી હતી, જે વર્ષ 2014માં રીલિસ્ થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details