ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજકુમાર અને હેમા સ્ટારર શિમલા મિર્ચીનું ટ્રેલર રિલીઝ - શિમલા મિર્ચી

મુંબઇ: ડ્રીમ ગર્લ હેમા માલિની ઘણા લાંબા સમય પછી પરત આવી રહી છે. તે રાજકુમાર રાવની સાથે સિમલા મિર્ચી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. રાજકુમાર રાવ, રકૂલ પ્રીત સિંહ અને હેમા માલિની સ્ટારર ફિલ્મ ‘શિમલા મિર્ચી’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મને રમેશ સિપ્પીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં હેમા માલિની રકૂલની માતાના રોલમાં જોવા મળશે.

Rajkummar
rajkummar

By

Published : Dec 26, 2019, 11:03 PM IST

આ ફિલ્મ એવા છોકરાની સ્ટોરી છે. જે પોતાના પ્રેમને ક્યારેય એક્સપ્રેસ કરી શકતો નથી. રાજકુમાર રાવ પોતાનો પ્રેમ એક લેટર લખીને પોતાના પ્રેમ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે. જ્યારે તે લેટર રકૂલને બદલે રકૂલની માતા વાંચી લે છે. ત્યારપછી બધી ધમાલ શરૂ થાય છે. અંતે રાજકુમારની સ્ટોરી કોની સાથે પૂરી થાય છે. તે ફિલ્મમાં જોવાનું છે.

હેમા માલિની આ પહેલાં 2017માં આવેલ હિન્દી ફિલ્મ ‘એક થી રાની ઐસી ભી’માં દેખાઇ હતી. આ ફિલ્મમાં હેમા વિજયા રાજે સિંધિયાના રોલમાં હતા. આ સિવાય 2020માં રિલીઝ થનાર તમિલ ફિલ્મ ‘વલિમાઈ’માં અજિત કુમારની માતાના રોલમાં દેખાશે.

રાજકુમાર અને હેમા સ્ટારર શિમલા મિર્ચીનું ટ્રેલર થયું રિલીઝ,36 વર્ષ નાના રાજકુમાર સાથે કર્યો રોમાંસ

ABOUT THE AUTHOR

...view details