મુંબઈ : કોરોના વાઈરસને લઈ દુનિયાભરમાં મહામારી ચાલી રહી છે. જેની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ બૉલીવુડના કલાકાર અક્ષય કુમારે પણ પીએમ રાહત ફંડમાં 25 કરોડ રુપિયા આપ્યા છે. આ ઉપરાંત કેટલાક કલાકારોએ પણ મદદ કરી છે.
બૉલીવુડના શાનદાર અભિનેતા રાજકુમાર રાવે પીએમ રાહત ફંડ, મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ફંડ અને ઝોમાટો ફીડિંગ ઈન્ડિયા માટે પૈસા ડોનેટ કર્યા છે, પરંતુ મહત્વની બાબત છે કે, રાજકુમારે કેટલું દાન આપ્યું છે તે બાબતે કોઈને ખબર પડવા દીધી નહતી.
આ વિશે માહિતી આપતા રાજકુમારે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, 'હવે કોરોના વાઈરસ સામેની લડતમાં એક સાથે આવીને તેમની મદદ કરવાનો સમય આવી ગયો છે. હું મારી ભૂમિકા નિભાવી રહ્યો છું મેં પીએમ રિલીફ ફંડ, સીએમ રિલીફ ફંડ અને ઝોમાટો ફીડિંગ ઇન્ડિયા અભિયાનને દાન આપ્યું છે. જેથી જરૂરીયાતમંદ પરિવારોને ભોજન મળી શકે. કૃપા કરી શક્ય તેટલી મદદ કરો. આપણા દેશની આપણી જરૂર છે.
આપને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 979 કેસ સામે આવ્યા છે. તેમજ 25 લોકોના મૃત્યુ થયા છે.