21 જૂને રિલીઝ થશે રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" - Gujarat
ન્યૂઝ ડેસ્ક: રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" આ પહેલા માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી, જે હવે 21 જૂને રિલીઝ કરવામાં આવશે. રાજકુમારે ફિલ્મનું નવું પોસ્ટર ટ્વીટ કરીને ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી હતી. કોમેડી થ્રિલર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા"ને કનિકા ધિલ્લોએ લખી છે અને તેનું દિગ્દર્શન નેશનલ અવોર્ડ વિનર સાઉથના ડિરેક્ટર પ્રકાશ કોવીલામુડીએ કરી છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર એકતા કપૂર છે.
ફાઇલ ફોટો
ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની સાથે જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે. "મેન્ટલ હૈ ક્યા" ફિલ્મ પહેલા આ બંને એક્ટર્સે 2013માં "ક્વીન" ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું પહેલું પોસ્ટર ગત વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ થયું હતું.