આ ફિલ્મનું હિન્દી મોશન પોસ્ટર સલમાને ખાને રિલીઝ કર્યું છે. જ્યારે કમલ હાસને તમિલ, મોહનલાલે મલયાલમ પોસ્ટર અને મહેશ બાબુએ તેલુગુ મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેર કરી લખ્યું કે, ‘સુપરસ્ટાર નહીં પણ એકમાત્ર સુપરસ્ટારને શુભકામનાઓ. રજની ગુરુ ફુલ મોશનમાં.’
"દરબાર"નું મોશન પોસ્ટર આઉટ, ભાઇજાને કહ્યું 'ફુલ મોશનમાં રજનીકાંત' - અભિનેતા રજનીકાંત
મુંબઇ: અભિનેતા રજનીકાંત દરબાર ફિલ્મમાં ખાખીમાં જોવા મળશે. રજનીકાંતની ફિલ્મ દરબારનું હિન્દી મોશન પોસ્ટર બોલીવુડના દબંગ સલમાન ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
!["દરબાર"નું મોશન પોસ્ટર આઉટ, ભાઇજાને કહ્યું 'ફુલ મોશનમાં રજનીકાંત'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4996455-thumbnail-3x2-sssss.jpg)
file photo
ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.
‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના દિવસે રિલીઝ થશે.