ચેન્નઇ: રજનીકાંતે પોતાના દાવા પર અડગ રહેતાં પેરિયારની 1971ની રેલીનો ઉલ્લેખ કરતા એક અંગ્રેજી મેગેઝિનના 2017ના રિપોર્ટ અને ક્લિપિંગ્સ દર્શાવી હતી. પત્રકારો સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું કે, 1971માં સાલેમ ખાતે પેરિયાર દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન રામ અને સીતાને નિર્વસ્ત્ર દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમને જૂતાનો હાર પહેરાવ્યો હતો. મેં કોઇ કાલ્પનિક વાત કરી નથી. તેથી હું માફી માગવાનો નથી.
રજનીકાંતે 'પેરિયાર' પર કરેલી ટિપ્પણી મુદ્દે માફી માંગવાનો કર્યો ઈનકાર - ચેન્નઇ
તુઘલક મેગેઝિનની 50મી વર્ષગાંઠ દરમિયાન કરેલા સંબોધનમાં તામિલનાડુના સમાજ સુધારક પેરિયાર ઇ વી રામાસ્વામી અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયેલા વિવાદ માટે દક્ષિણ ભારતના ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતે માફી માગવાનો ઇનકાર કર્યો છે.
રજનીકાંતે 'પેરિયાર' પર ટિપ્પણી કરવા બદલ માફી માંગવાનો ઇનકાર
પેરિયારે રજનીકાન્ત માફી ન માગે ત્યાં સુધી તેમના મકાનનો ઘેરાવ કરવાની ધમકી આપી છે. સંગઠને કોઇમ્બતુરના પોલીસ કમિશ્નરને પત્ર લખી રજનીકાંત સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ પણ કરી હતી.
આ અંગે સંગઠનના નેતા નેહરુદાસે જણાવ્યું હતું કે, તુઘલખના સમારોહમાં રજનીકાંતે ખોટા આરોપ મૂક્યા છે. જેમાંથી એકપણ આરોપ સાચો નથી. રજનીકાંત રાજનીતિમાં પ્રવેશવા માટે દ્રવિડિયન અને પેરિયારની ચળવળને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.