ચેન્નઈઃ સુપરસ્ટાર રજનીકાંતને ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી કે, તેમના ઘરના બગીચામાં બોમ્બ છે. ફોન કરનાર વ્યક્તિને પોલીસે શોધી કાઢ્યો હતો. જે બાદ જાણવા મળ્યું કે તે વ્યક્તિ ધોરણ-8નો વિદ્યાર્થી છે. જે ભણવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.
સુપરસ્ટાર રજનીકાંતને મળી બોમ્બની ધમકી, પોલીસે આરોપીને ઝડપ્યો
સુપરસ્ટાર રજનીકાંતને ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી કે, તેમના ઘરના બગીચામાં બોમ્બ છે. ફોન કરનાર વ્યક્તિને પોલીસે શોધી કાઢ્યો હતો. જે બાદ જાણવા મળ્યું કે તે વ્યક્તિ ધોરણ-8નો વિદ્યાર્થી છે. જે ભણવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.
પોલીસને અપાયેલી માહિતી મુજબ રજનીકાંતને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન પરની વ્યક્તિએ તેમને કહ્યું કે તેમના બગીચામાં બોમ્બ છે. એક અહેવાલ મુજબ, તે વિદ્યાર્થી કુડલોર (નેલીકુપ્પમ)નો રહેવાસી હતો. એમ્બ્યુલન્સ કંટ્રોલ સેન્ટરમાં ગુરુવારે સવારે 10.30 વાગ્યે બોમ્બ અંગે પોલીસને બાતમી મળી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને પોલીસની ટીમને રજનીકાંતના ઘરે મોકલવામાં આવી હતી.
પરંતુ કોરોના વાઈરસને કારણે રજનીકાંતના પરિવારના સભ્યોએ બોમ્બ સ્ક્વોડને તેમના ઘરે પ્રવેશતા અટકાવ્યો હતા. આ પછી પોલીસે તે કૉલને અફવા ગણાવી હતી. પોલીસ ટીમે જ્યાંથી કોલ આવ્યો તે નંબરને શોધી કાઢ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે કૉલ કુડલોરથી આવ્યો હતો અને ફોન કરનાર એક વિદ્યાર્થી છે. તે બાળકની મેડિકલ હિસ્ટ્રીની તપાસ કર્યા પછી, પોલીસે કેસને પડતો મુક્યો હતો.