ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Raj Kundra pornography case: 6 કલાકની મૂલાકાતમાં શિલ્પાએ કાઈમ બ્રાંચને કહ્યું "મારો પતિ નિર્દોષ છે" - હોટશોટ એપ

રાજ કુંદ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસમાં એક બાદ એક કડીઓ જોડાતી જાય છે, ત્યારે 23 જુલાઈના રોજ તેની પત્ની શિલ્પા શેટ્ટીની મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેના પોતાના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ કેટલાક ખૂલાસાઓ કર્યા હતા.

Raj Kundra pornography case
Raj Kundra pornography case

By

Published : Jul 24, 2021, 6:38 PM IST

  • કોઈ પણ પ્રકારની પોર્નોગ્રાફી કંપની સાથે મારી ભાગીદારી નથી: શિલ્પા
  • શિલ્પાના મતે રાજ ઈરોટીકા બનાવે છે, પોર્ન નહિં
  • પોર્નમાંથી થતી કમાણીની ક્રાઈમબ્રાંચ કરશે તપાસ

ન્યૂઝ ડેસ્ક: શિલ્પા શેટ્ટીની પૂછપરછ બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ શિલ્પાનું કેહવું છે કે, તે આ કેસ સાથે કોઈ પણ રીતે જોડાયેલી નથી અને કોઈ પણ પ્રકારની પોર્નોગ્રાફી કંપની સાથે તેની ક્યારેય કોઈ ભાગીદારી રહી નથી. તેનું કહેવુ છે કે રાજ ઈરોટીક ફિલ્મ બનાવતો હતો, પોર્ન નહિં. ઉપરાંત, હોટશોટ એપ સાથે પણ તે કોઈ પણ રીતે જોડાયેલી નથી.

આ પણ વાંચો:Raj Kundra Case: બોલિવૂડ મોડલે સંભળાવી આપવીતી, કહ્યું- શિલ્પા શેટ્ટીની ધરપકડ કેમ નહિં?

શિલ્પાને અશ્લીલ કન્ટેન્ટ વિશે કોઈ જ માહિતી નથી

શિલ્પા શેટ્ટી હોટશોટ એપ વિશે વાત કરતા કહે છે કે, રાજ કુંદ્રાનો બનેવી પ્રદિપ બક્ષી હોટશોટ એપ સાથે જોડાયેલો છે. તેને આ એપ પરના કન્ટેન્ટ વિષે કોઈ જ માહિતી નથી. તેનું કહેવુ છે કે, રાજ માત્ર ઈરોટીક કન્ટેન્ટ બનાવે છે, જો તમે અન્ય OTT પ્લેટફોર્મની તુલના કરશો તો તેમાં રાજે બનાવેલી ફિલ્મ કરતા વધુ અશ્લીલ કન્ટેન્ટ મળી આવશે. આ મુદ્ગાને મુંબઈ પોલીસે ધ્યાનમાં લીધો છે અને આ અંગે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિલ્પા શેટ્ટીએ 6 કલાકની પૂછપરછ બાદ મુંબઈ પોલીસને આ બાબતો જણાવી:

  • શિલ્પાએ આપેલી માહિતી અનુસાર, તેને હોટશોટ એપના કન્ટેન્ટ વિશે કોઈ જ માહિતી નથી.
  • શિલ્પા બિઝનેસ ભાગીદારી અથવા અન્ય કોઈ પણ રીતે હોટશોટ એપ સાથે જોડાયેલી નથી.
  • રાજ ઈરોટીક કન્ટેન્ટ બનાવે છે, પોર્ન નહિં, પોર્ન અને ઈરોટીકા વચ્ચે મોટો ભેદ રહેલો છે.
  • પોર્ન પ્રોડ્યુસ કરવાના બિઝનેસમાં રાજનો કોઈ જ હાથ નથી.
  • હોટશોટ એપ સાથે રાજનો લંડન સ્થિત બનેવી પ્રદિપ બક્ષી સંકળાયેલો છે, એપનો કર્તાધર્તા પ્રદિપ જ છે.
  • તેનો પતિ રાજ સંપૂર્ણ રીતે નિર્દોષ છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, રાજ કુંદ્રાએ ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ કરી અરજી

ક્યાં જાય છે પાર્નોગ્રાફીમાંથી કમાયેલા પૈસા?

મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાના પોર્ન દ્વારા કમાયેલા પૈસા વિશે કોઈ સ્ટેટમેન્ટ બહાર પાડ્યુ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ કુંદ્રા પોર્નોગ્રાફીમાંથી કમાયેલા પૈસા સટ્ટામાં વાપરી નાખતો હતો. આ પૈસા અને તેની કમાણી અંગે મુંબઈ ક્રાઈમ બ્રાંચ તપાસ ચલાવી રહી છે.

રાજે દાખલ કરી બોમ્બે હાઈકોર્ટમાં અરજી

અહેવાલ મુજબ, શિલ્પાનું નિવેદન નોંધી આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો એકત્રિત કર્યા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રાજ કુંદ્રાને ફરી ભાઈખલ્લા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. શુક્રવારે તેમના ઘરે થયેલી પૂછપરથ અંગે શિલ્પા અને રાજ કે તેમના વકીલો તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સાથે જ રાજ કુંદ્રાએ પોલીસ રિમાન્ડ અને તેની સામેના કેસોને પડકારતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details