મુંબઈ: ક્રાઈમ બ્રાન્ચની (Mumbai crime Banch Police) પ્રોપર્ટી સેલ દ્વારા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ (Raj Kundra pornography case Update) માં સંડોવાયેલા કાસ્ટિંગ ડિરેક્ટર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર ANIએ ટ્વિટ કરી આપ્યાં છે. જણાવીએ કે, રાજ કુન્દ્રાને આ કેસમાં 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતાં.
ચોપરાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ
અગાઉ, જસ્ટિસ વિનીત સરન અને અનિરુદ્ધ બોઝની બેંચે ચોપરાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને શર્લિન ચોપરાની ધરપકડ પર સ્ટે મંજૂર કર્યો હતો. વર્તમાન સમયમાં આ રીતે જ રાજ કુન્દ્રા અને અભિનેત્રી પૂનમ પાંડેને રક્ષણ આપવાના આદેશો અપાયા હતા.
કુન્દ્રાને જામીન માટે આ વિકટ સ્થિતિનો કરવો પડ્યો સામનો
નવેમ્બર 2021માં, બોમ્બે હાઈકોર્ટે પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં (Porn Film Recket Case) મુંબઈ પોલીસે નોંઘેલી FIR સામે હાઈકોર્ટે કુન્દ્રા દ્વારા દાખલ કરેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. આ બાદ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. આ પહેલા કુન્દ્રાએ સેશન કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કોર્ટે પણ કુન્દ્રાને કેસમાંથી રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.