- મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ અરજી પર સુનાવણી મુલતવી રાખી
- રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી
- રાજ કુંદ્રા અશ્લીલ નહિ પણ ઇરોટિક ફિલ્મો બનાવતો-શિલ્પા શેટ્ટી
હૈદરાબાદ : મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ (Maharashtra Police Cyber Cell) ગયા વર્ષે કેસમાં ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રાની આગોતરા જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
રાજ કુંદ્રા અને તેના સહયોગી રિયાન થોર્પેની ધરપકડ
રાજ કુંદ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. 19 જુલાઈના રોજ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજ કુંદ્રા અને તેના સહયોગી રિયાન થોર્પેની ધરપકડ કરી હતી. હાઈકોર્ટે મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ દાખલ કરવા બદલ શિલ્પાને ઠપકો આપ્યો હતો.
બે એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો રિકવર કરી
મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની બે એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો રિકવર કરી છે. આ કેસમાં સરકારી વકીલ અરુણા પાઇએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાની માલિકીની હોટશોટ એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો મળી આવી છે. હવે આ કેસમાં સુનાવણી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
પતિ અશ્લીલ નહિ પણ ઇરોટિક ફિલ્મો બનાવતો-શિલ્પા શેટ્ટી