ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિથુન ચક્રવર્તીના જન્મદિવસ પર રાજ બબ્બરે થ્રોબેક ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી - મિથુન ચક્રવર્તીનો આજે 68 મો જન્મદિવસ

સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીનો આજે 68 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે અભિનેતા રાજ બબ્બરે સોશિયલ મીડિયા પર એક જુનો ફોટો શેર કરી અભિનેતાને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.

મિથુન ચક્રવર્તીના 68 માં જન્મદિવસ પર રાજ બબ્બરે થ્રોબેક ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી
મિથુન ચક્રવર્તીના 68 માં જન્મદિવસ પર રાજ બબ્બરે થ્રોબેક ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી

By

Published : Jun 16, 2020, 5:56 PM IST

મુંબઈ: દિગ્ગજ અભિનેતા રાજ બબ્બરે મંગળવારના રોજ તેમના પ્રિય સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના 68 માં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ વિશેષ પ્રસંગે અભિનેતા રાજ બબ્બરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી તેમની જૂની યાદો ફરીથી તાજા કરી હતી.

'તેવર' ફિલ્મસ્ટારએ ટ્વિટર પર મોનોક્રોમેટિક ફોટો શેર કર્યો. જેમાં બંને દિગ્ગજો એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે, "સુપરસ્ટાર અને મારા પ્રિય મિથુન ચક્રવર્તી જીને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ."

મિથુન ચક્રવર્તીએ આર્ટ હાઉસ ડ્રામા 'મૃગયા' થી અભિનયની શરૂઆત કરી હતી, જેના માટે તેમણે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવ્યો હતો.

1982માં, મિથુન દાના ડાન્સએ તેમને એક અલગ ઓળખ અપાવી. મિથુને તે વર્ષની હિટ ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'માં સ્ટ્રીટ ડાન્સર જિમ્મીની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રએ તેને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યો. મિથુન દાએ બે ફિલ્મફેર એવોર્ડ અને 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. તે બોલિવૂડના ઇતિહાસમાં સૌથી સફળ અભિનેતાઓ માંના એક છે.

અભિનેતાએ બોલિવૂડની હિન્દી ફિલ્મો ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગુ, ભોજપુરી, કન્નડ અને પંજાબી ભાષાઓમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ત્યારે આવી સ્થિતિમાં મિથુને તેનો જન્મદિવસની ઉજવણી પણ કેન્સલ કરી દીધી છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આકસ્મિક અવસાન અને કોરોના વાયરસની મહામારીને કારણે તેમણે આ નિર્ણય લીધો હતો. આ માહિતી તેમના પુત્ર નમાશી ચક્રવર્તીએ આપી છે.

ABOUT THE AUTHOR

...view details