મુંબઇ :બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાને 29 એપ્રિલના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તે છેલ્લે રાધિકા મદનની સાથે ફિલ્મ ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળ્યા હતા. રાધિકા મદન તેના ઇંગ્લિશ મીડિયમ સ્ટારને યાદ કરી રહી છે. ઇંગ્લિશ મીડિયમના સેટ પરથી રાધિકાએ ઇરફાન ખાન સાથે ખૂબ જ ક્યૂટ તસ્વીર શેર કરી છે.
તસ્વીરમાં ઇરફાન રાધિકાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. તસ્વીર શેર કરતી વખતે રાધિકાએ લખ્યું કે," તમારી દિકરી". આ ફિલ્મમાં ઇરફાને રાધિકાના પિતાનો રોલ કર્યો હતો. દીકરીના સપના પૂરા કરવા તે કોઈ કસર છોડતા નથી.
ઇંગ્લિશ મીડિયમમાં કરિના કપૂર, દિપક ડોબરિયલ, કિકુ શારદા, ડિમ્પલ કાપડિયા અને પંકજ ત્રિપાઠી સાથે ઇરફાન અને રાધિકા જોવા મળ્યા હતા. ઇરફાન ખાન કોલન ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમનું 29 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તે છેલ્લા 2 વર્ષથી ન્યુરોએન્ડ્રોક્રાઇન કેન્સર સામે લડી રહ્યા હતા.
ઇરફાન ખાનના અવસાન પર રાધિકાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, "હું શું બોલું તે ખબર નથી… મને બસ ખૂબ દુ:ખ થઇ રહ્યું છે. હું જાણું છું કે તેઓ એક મજબુત લોકોમાંથી એક છે, તેઓ એક ફાઇટર છે. હું ખરેખર તેમની આભારી છું કે, તેઓ આ જીવનમાં મને મળ્યા. તે હંમેશાં મારા અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ રહેશે. લવ યુ ઇરફાન સર.."