ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાધિકા આપ્ટેનું એમી એવોર્ડમાં નોમિનેશન

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે અપકમિંગ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ માટે બેસ્ટ અભિનેત્રીની કેટેગરી માટે નોમિનેટ મેડલથી નવાજવામાં આવી છે. જેને લઈ અભિનેત્રી ખુબ ખુશ છે.

etv bharat

By

Published : Nov 24, 2019, 3:04 PM IST

બૉલીવુડ અભિનેત્રી 2019 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટેડ રાધિકા આપ્ટે ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર મોસ્ટ અવેટેડ એવોર્ડ સેરમનીના પહેલા દિવસે નૉમિનેશન મેડલ શેર કર્યો છે.

એમી એવોર્ડ સમારોહ 25 નવેમ્બરના રોજ હિલ્ટન ન્યુ યોર્ક હોટલમાં યોજાનાર છે. આ વર્ષનો એમી એવોર્ડ એ માટે વધુ એકસાઈટેડ છે. કારણ કે, આ વર્ષ ત્રણ ભારતીય પ્રોજેકેટ- સેક્રેડ ગેમ્સ', 'લસ્ટ સ્ટોરીઝ' અને 'ધ રિમિક્સ' પણ નૉમિન્સનનો ભાગ છે.

રાધિકા જેમણે બેસ્ટ એક્ટ્રેસ પર્ફોમન્સ કેટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે. આ મેડલ મેળવીને ખુબ ખુશ છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર મેડલની સાથે સર્ટિફિકેટને પણ શેર કર્યુ છે.અભિનેત્રીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું , આભાર @iemmys ,,,

આ વર્ષ એમી એવોર્ડ માટેના નામાંકનની જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. 21 કેટેગરીમાં 21 દેશોની ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું છે.જેમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, કોલમ્બિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, હંગેરી, ભારત, ઇઝરાઇલ, નેધરલેન્ડ, પોર્ટુગલ, કતર, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તૂર્કી, યુકે અને યુએસએનો સમાવેશ થાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો 'શોર ઇન ધ સિટી' અભિનેતા છેલ્લે 2018નો નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'અંધધૂન'માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી.અભિનેત્રી 'બદલાપુર', 'લસ્ટ સ્ટોરીઝ', 'પાર્શ્ડ', અને નેટફ્લિક્સ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' જેવા કેટલાક પ્રોજેક્ટ્સને પણ સન્માન મેળવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details