- પ્રભાસ અને પૂજા હેગડેની સ્ટારર ફિલ્મ "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ
- વેલેન્ટાઇન ડે પર ટીઝર રિલીઝ
- ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે
હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે વેલેન્ટાઇન ડે પર તેની આગામી ફિલ્મ "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ જણાવામાં આવ્યું છે.આજે સવારે પ્રભાસે "રાધે શ્યામ"નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તે પૂજા હેગડે સાથે ઇટાલિયન ભાષામાં ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે.
પ્રભાસે વેલેન્ટાઇન ડે પર ટીઝર રિલીઝ કર્યું
વેલેન્ટાઇન ડે પર ટીઝર શેર કરતાં પ્રભાસે લખ્યું કે, "પ્રેમનો દિવસ ઉજવો "રાધે શ્યામ" ની એક ઝલક સાથે."લગભગ એક દાયકા પછી પ્રભાસ એક રોમેન્ટિક પાત્ર ભજવતો જોવા મળશે જે ખુબ જ રસપ્રદ છે. પ્રભાસને છેલ્લે 'ડાર્લિંગ'માં લવર બોયના અવતારમાં જોવા મળ્યો હતો.