ન્યૂઝ ડેસ્ક:કરોડો લોકોના દિલોમાં રાજ કરતો સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને સુંદર અભિનેત્રી પૂજા હેગડે સ્ટારર ફિલ્મ રાઘે શ્યામ 11 માર્ચે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા (Film Radhe Shyam Release) જઇ રહી છે. હાલ ફિલ્મની રિલીઝ પહેલા દેશભરમાં ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે મંગળવારે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક-સેન્ટિમેન્ટ ગીત રિલીઝ (Radhe Shyam New song Release) થઇ ગયું છે.
આ ગીત થયું રિલીઝ
રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રાધે શ્યામ'નું નવું ગીત 'મૈં ઈશ્ક મેં હૂં' (Mai ishq me Hu Song) આજે મંગળવારે રિલીઝ થઇ ગયું છે. જણાવીએ કે આ સોન્ગ ફુલ લવ-સેડ ગીત છે, જેમાં પ્રભાસ અને પૂજા વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત મનન ભારદ્વાજ અને હરજોત કૌરે ગાયું છે. ગીતના બોલ કુમારે લખ્યા છે. આ ગીત સાંભળો અને આપો આવું...રિએક્શન.. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. 'રાધે શ્યામ' એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.