ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'રાંઝણા'ના સાત વર્ષ: દિગ્દર્શક આનંદ એલ રાયે યાદ કરી ફિલ્મની રોમાંચક ક્ષણો - દિગ્દર્શક આનંદ એલ રાય

વર્ષ 2013માં આજના દિવસે એટલે કે 21 જૂનના રોજ ફિલ્મ 'રાંઝણા' રિલીઝ થઈ હતી. ફિલ્મને સાત વર્ષ પૂર્ણ થતાં દિગ્દર્શક આનંદ એલ રાયે ફિલ્મના શૂટિંગ સમયની યાદો તાજી કરી હતી.

'રાંઝણા'ના સાત વર્ષ: દિગ્દર્શક આનંદ એલ રાયે યાદ કરી ફિલ્મની રોમાંચક ક્ષણો
'રાંઝણા'ના સાત વર્ષ: દિગ્દર્શક આનંદ એલ રાયે યાદ કરી ફિલ્મની રોમાંચક ક્ષણો

By

Published : Jun 21, 2020, 5:23 PM IST

મુંબઈ: ફિલ્મકાર આનંદ એલ રાય માટે ફિલ્મ 'રાંઝણા' તેમના હૃદયની ખૂબ નજીક છે. તેઓ આ વાતથી ખૂબ ખુશ છે કે આ ફિલ્મે તેના રિલીઝ થયા બાદ સિનેમાઘરોમાં જે રીતે દર્શકોના મનમાં જગ્યા બનાવી હતી, સાત વર્ષ બાદ પણ એ યથાવત છે.

‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્નસ' જેવી ફિલ્મોનું પણ નિર્દેશન કરનારા આનંદે જણાવ્યું, “આ ખૂબ જ સુંદર વાત છે કે આટલા વર્ષો પછી પણ લોકો 'રાંઝણા' ના ગીતો સાંભળે છે અને તેને પ્રેમ આપે. આ ફિલ્મ મારા હૃદયની નજીક છે. મને આનંદ છે કે લોકો હજી પણ તેને પસંદ કરે છે.”

આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે અભય દેઓલ, સોનમ કપૂર, તેમજ તમિલ સુપરસ્ટાર ધનુષે કામ કર્યુ હતું. રહેમાનના કર્ણપ્રિય સંગીત સાથે ધનુષના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.

આનંદ હવે ‘ અતરંગી રે’ નામની રોમેન્ટિક ડ્રામા લઈને આવી રહ્યા છે જેમાં ધનુષ, અક્ષયકુમાર અને સારા અલી ખાન જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details