- રતન ટાટાની બાયોપિકમાં આર માધવન ?
- સોશિયલ મીડિયામાં થઇ રહી છે ચર્ચા
- માધવને ટ્વીટ કરી આપી માહિતી
મુંબઇઃ સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે ક્યું ટ્વીટ વાઇરલ થઇ જાય અને ક્યારે કોઇ અફવાને સાચી બની જાય તે કેવું ખૂબ જ મુશ્કેલ છે. હવે એક્ટર આર માધવનની સાથે પણ આવું થઇ રહ્યું છે.
રતન ટાટાની બાયોપિકમાં કામ કરશે?
થોડા સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઇ રહી છે કે, આર માધવન બિઝનેસમેન રતન ટાટાની બાયોપિકમાં કામ કરવા જઇ રહ્યા છે. તે રતન ટાટાના રોલમાં જોવા મળશે.
સોશિયલ મીડિયા પર તેનું એક પોસ્ટર ખૂબ જ વાઇરલ થયું હતું. તે પોસ્ટરમાં રતન ટાટાના નામની નીચે માધવનની ફોટો લગાવી હતી. આ પોસ્ટરને જોઇ એક ફેને પણ પ્રશ્ન કર્યા છે. તેણીએ પ્રશ્ન કર્યો કે, શું તે સાચું છે કે, તમે રતન ટાટાની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરવા જઇ રહ્યા છે. જો એવું થાય છે તો અનેક લોકો માટે પ્રેરણા બનશે. ફેનના આ પ્રશ્ન પર માધવને પોતે જવાબ આપ્યો હતો.