ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Puri Galbat Teaser release: ટાઈગર શ્રોફે ગીત 'પુરી ગલબત'નું ટીઝર રિલીઝ કરી કહ્યું..... - Tiger Shroff New Songs

સૂપર ડાન્સર ટાઈગર શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Tiger Shroff Instagram account) પર તેના નવા પંજાબી ગીત 'પુરી ગલબત'નું ટીઝર શેર (Puri Galbat Teaser release) કર્યું છે. જેમાં તે આ અભિનેત્રી સાથે દેખાઇ રહ્યો છે એકદમ હોટ. આ જોડી મચાવશે ધૂમ..

Puri Galbat Teaser release: ટાઈગર શ્રોફે ગીત 'પુરી ગલબત'નું ટીઝર રિલીઝ કરી કહ્યું.....
Puri Galbat Teaser release: ટાઈગર શ્રોફે ગીત 'પુરી ગલબત'નું ટીઝર રિલીઝ કરી કહ્યું.....

By

Published : Feb 20, 2022, 3:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તેની ફિટનેસ અને સૂપર ડાન્સ મૂવ્સ માટે લોકપ્રિય છે. તેની ફિટનેસની સાથે તે હંમેશા તેના ગુડલુકને કારણે છવાયેલો રહે છે, પરંતુ આ વખતે ટાઈગર શ્રોફ તેના નવા ગીતને (Tiger Shroff New Songs) લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં પંજાબી રોમેન્ટિક સોંગમાં (Punjabi Romentic Song) જોવા મળશે. આ ગીતમાં અભિનેત્રી મૌની રોય પણ જોવા મળશે. ટાઈગરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Tiger Shroff Instagram account) પરથી તેના નવા પંજાબી ગીત 'પુરી ગલબત'નું ટીઝર શેર (Puri Galbat Teaser release) કર્યું છે.

આ પણ વાંચો:Kangna Ranuat On Gangubai Kathiyavdi: કંગના રનૌતે 'ગહરાઇયાં' બાદ હવે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો વારો લીધો

આ જોડી મચાવશે ધમાલ

ટાઇગરે તેના નવા ગીત વિશે માહિતી આપી કહ્યું કે, 'સુંદર અને પ્રતિભાશાળી મૌની રોય સાથે કામ કરી ખુબ ખુશી મળી! મારું પહેલું પંજાબી સિંગલ શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. આ સોન્ગમાં મૌની રોય અને ટાઇદર શ્રોફ સાથે જોવા મળશે. મૌનીનો કિલર લુક ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે. આ ટીઝરમાં બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટાઈગરની આ પોસ્ટ પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. સાથે જ એક યુઝરે લખ્યું, “બન્ને સાથે ખૂબ જ સારા લાગી રહ્યાં છે.

ટાઇગરે કહ્યું...

અગાઉ ગઈકાલે પણ, ટાઇગરે તેના ગીતની એક ઝલક શેર કરી અને પોસ્ટ શેર કરતી વખતે લખ્યું, 'ચોક્કસપણે એક સૌથી પડકારજનક વસ્તુ જે મેં અજમાવી છે. હું તેના વિશે એક શબ્દ પણ કહી શકતો નથી પણ મારું પહેલું પંજાબી/અંગ્રેજી સિંગલ ગાવાનો પ્રયત્ન કર્યો! ટાઈગરની આ નવી પ્રતિભા જોઈને ચાહકો દંગ છે.

આ પણ વાંચો:ફિલ્મ પુષ્પાનો જાદુ યથાવત, ફિલ્મે કરી આટલી કમાણી..

ABOUT THE AUTHOR

...view details