ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પંજાબી સિંગર ગુરનામ ભુલ્લરની પંજાબ પોલીસે કરી ધરપકડ, મંજૂરી વગર કરી રહ્યા હતા શૂટિંગ - ભારતીય દંડ સંહિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ

લોકપ્રિય પંજાબી સિંગર અને અભિનેતા ગુરનામ ભુલ્લરને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ભુલ્લર શનિવારે એક મોલમાં તેની ટીમ સાથે ગીતનું શૂટ કરવા પહોંચ્યો હતો. ભુલ્લરે, ન તો પોલીસની શૂટિંગ માટે મંજૂરી લીધી ન તો સામાજિક અંતરના નિયમોની પાલન કર્યું. આ પછી ભુલ્લર, વીડિયોગ્રાફર ખુશપાલ સિંહ અને સિનેમાના માલિક સહિત 44 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પંજાબી સિંગર ગુરનામ ભુલ્લરની પંજાબ પોલીસે કરી ધરપકડ, મંજૂરી વગર કરી રહ્યા હતા શૂટિંગ
પંજાબી સિંગર ગુરનામ ભુલ્લરની પંજાબ પોલીસે કરી ધરપકડ, મંજૂરી વગર કરી રહ્યા હતા શૂટિંગ

By

Published : Jul 12, 2020, 9:43 PM IST

ચંદીગઢ: લોકપ્રિય પંજાબી સિંગર અને અભિનેતા ગુરનામ ભુલ્લરને તેના વીડિયો ડિરેક્ટર ખુશપાલ સિંહની સાથે પંજાબ પોલીસે કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં વીડિયો આલ્બમ શૂટ કરવા બદલ ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ભુલ્લરે શનિવારે એક સિનેમા મોલમાં તેની ટીમ સાથે મંજૂરી વિના ગીતનું શૂટ કરવા પહોંચ્યા હતા. આ બાતમી મળતાની સાથે જ SHO કરણવીરસિંહ સંધુ, પોલીસ સ્ટેશન, જનસુઆ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નિશાનસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તેમના શૂટિંગના સાધનો પણ કબજે કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, પટિયાલા નજીક રાજપુરા શહેરમાં એક મોલમાં દરોડા પાડતા, ખબર પડી કે, શૂટિંગ વગર મંજૂરીએ ચાલે છે અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મોલના માલિક, ગુરનામ ભુલ્લર, વીડિયો ડાયરેક્ટર ખુશપાલ સિંહ અને અન્ય 41 લોકો સામે ભારતીય દંડ સંહિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને મહામારી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસ.પી રાજપુરા આકાશદીપસિંહ ઔલખે કેસ નોંધવાની પુષ્ટિ કરી છે.

ABOUT THE AUTHOR

...view details