- કેટ અને વિકી માટે પંજાબી ગાયક ગુરદાસ માને ગાયું ગીત
- માને રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને અને ગુરુઓને સલામ
- કેટ અને વિકીના લગ્નમાં 120 જેટલા મહેમાનો સામેલ થવાના
જયપુર:કેટરિના કૈફ અને વિકી કૌશલના લગનમાં (Katrina Kaif and Vicky Kaushal Wedding) મહેમાનોના આવવાનું ચાલુ થઇ ગયું છે. ત્યાં પંજાબી પોપ સિંગર ગુરદાસ માન (Katrina Kaif and Vicky Kaushal Wedding) પણ પરિવાર સાથે જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેણે કેટરીના અને વિકી કૌશલના લગનમાં અને તેમની જોડી માટે ગીત ગાયું હતું.
રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને નમન
પંજાબી સિંગર ગુરદાસ માને જયપુર એરપોર્ટ પર કેટ અને વિકી માટે ગીત ગાયું - જીવે વે તેરી જોડી. ગુરદાસ માન જયપુર એરપોર્ટથી ચોથ કા બરવાડા જવા રવાના થયા ગયા છે. સિંગર ગુરદાસ માને રાજસ્થાનના જોરદાર વખાણ કર્યા છે તેમણે કહ્યું કે રાજસ્થાન અમારા પંજાબ જેવું છે. તેમણે રાજસ્થાનની ધરતી પર જન્મેલા વીર સપુતોને અને ગુરુઓને સલામ કર્યું હતું. સાથે તેણે કહ્યું કે લગન ખૂબ જ જોરદાર રીતે થવાના છે અને લગ્નમાં સારા લોકો આવી રહ્યા છે. ગુરદાસ માને કેટરીના અને વિકી કૌશલની જોડી માટે ખુબ પ્રેમભર્યું ગીત ગાયું- જીવવે તેરી જોડી.
સિક્સ સેન્સ ફોર્ટ હોટેલ અંદાજીત 700 વર્ષ જૂનો
તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે કેટરિના કૈફ અને વિકી કૌશલના રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ચોથ કા બરવાડાની સિક્સ સેન્સ હોટલમાં થશે. કેટરિના કૈફ અને વિકી કૌશલના ઐતિહાસિક રિસોર્ટ સિક્સ સેન્સ ફોર્ટ હોટેલમાં થશે જે અંદાજીત 700 વર્ષ જૂનો કિલ્લો (700 year old castle) છે.