ન્યૂઝ ડેસ્ક: 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Punjab Vidhanshaba Election Result 2022) સત્તારૂઢ કોંગ્રેસની હાલત કફોડી બની છે. પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી મેળવી સત્તા કબજે કરવા જઈ રહી છે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મોટા વોટીંગ અંતરથી હારી ગયા છે. આ બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે મુશ્કેલી પડી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ હાર બાદ લોકો અટકળો લગાવી રહ્યું છે કે,શું સિધ્ધુ પરત ફરશે ધ કપિલ શર્મા શો'માં (Siddhu Return To Kapil Sharma Show)?
આ પણ વાંચો:UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ
આ હાર બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને લખ્યું, 'લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે, પંજાબના લોકોના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારો, AAPને અભિનંદન'. સિદ્ધુના આ ટ્વિટ પર ટ્રોલ્સ ઝાટકણી કાઢી રહ્યા છે. એકે લખ્યું, 'સિદ્ધુ સાહેબ હવે વેલે (ખાલી) થઈ ગયા છે. પંજાબમાં સિદ્ધુની હાર પર એક યુઝરે સિદ્ધુ અને કપિલની એક સાથે તસવીર શેર કરી અને લખ્યું, 'ચાલો કપિલના શોમાં જઈએ'.
લોકોને એવું લાગે છે કે....