ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડને ત્રીજો ઝટકો, પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના CEO કુલમીત મક્કરનું નિધન - ફિલ્મ એન્ડ ટેલિવિઝન નિર્માતાઓ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કડને ગુમાવી દીધા

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઋષિ કપૂર અને ઇરફાન ખાનના દુઃખમાંથી બહાર નથી આવ્યાં ત્યાં પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કરનું નિધન થયું છે. ફરહાન અખ્તર, સુભાષ ઘાઇ અને કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતાઓએ તેમની વિદાય પર દુ: ખ વ્યક્ત કર્યું હતું.

producers guild of india CEO kulmeet makkar passes away
પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના CEO કુલમીત મક્કરનું નિધન

By

Published : May 1, 2020, 4:34 PM IST

મુંબઇ: બોલિવૂડે બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાન બે જ દિવસમાં ખોઈ દીધા છે. ત્યાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન નિર્માતાઓ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કડને ગુમાવી દીધા છે.

નિર્માતા કુલમીત મક્કડના અવસાન પર કરણ જોહરે શોક વ્યક્ત કર્યો હતો. જોહરે ટ્વિટર પર લખ્યું કે, 'કુલમીત પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અમારા દરેક માટે અનોખો સ્તંભ હતાં, કુલમીતે ફિલ્મ ઉદ્યોગ અને તેના વિકાસ માટે કામ સતત કર્યું. તમે જલ્દીથી અમને છોડી ગયાં, અમે હંમેશા તમને યાદ કરીશું. ઓમ શાંતિ મારા મિત્ર...'

વિદ્યા બાલને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં એક તસવીર છે. આ ટ્વિટર પર શેર કરેલું નિવેદન પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ રિલીઝ કર્યું છે. જેમાં કુલમીત મક્કરના નિધનના સમાચાર છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિત, સુભાષ ઘાઇ અને ફરહાન અખ્તરે પણ ટ્વિટરથી કુલમીતનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મળતા અહેવાલ અનુસાર, કુલમીત મક્કરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. તેઓ 60 વર્ષના હતાં.

ABOUT THE AUTHOR

...view details