મુંબઈઃ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા દ્વારા શૂટિંગ ચાલુ રાખવાની ગાઈડલાઈન્સ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થયા પછી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, તે ડ્રાફ્ટ અંદરના લોકો માટે હતો. જ્યારે ફાઇનલ ગાઇડલાઇન્સ સરકાર, ડૉક્ટર્સ અને ફિલ્મી સંસ્થાઓ દ્વારા વિચાર વિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવશે.
હજુ શૂટિંગ ચાલુ નહીં થાય, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા - producers guild of india
પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા દ્વારા શૂટિંગ ચાલુ રાખવાની ગાઈડલાઈન્સ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થયા પછી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, તે ડ્રાફ્ટ અંદરના લોકો માટે હતો. જ્યારે ફાઇનલ ગાઇડલાઇન્સ સરકાર, ડૉક્ટર્સ અને ફિલ્મી સંસ્થાઓ દ્વારા વિચાર વિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવશે.
![હજુ શૂટિંગ ચાલુ નહીં થાય, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા producers-guild-clearifies-no-resupmtion-of-shooting-yet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7091130-749-7091130-1588783796552.jpg)
હજુ શૂટિંગ ચાલુ નહિ થાય, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા
ફિલ્મ ક્રિટિક અને બોલિવૂડના ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર ગિલ્ડના પ્રવક્તાનું ઑફિશિયલ સ્ટેટમેન્ટ શેર કર્યું હતું, 'આ દસ્તાવેજ ગિલ્ડ દ્વારા ફક્ત આંતરિક ડ્રાફ્ટ તરીકે બનાવવામાં આવ્યો છે, જે ભવિષ્યના શૂટિંગ માટે છે. ફાઇનલ ગાઇડલાઇન્સ સરકાર, ડૉક્ટર્સ અને ફિલ્મી સંસ્થાઓ દ્વારા વિચાર વિમર્શ કર્યા પછી નક્કી કરવામાં આવશે.'