મુંબઈ: કોરોના વાઈરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે અભિનેતા પ્રિયાંશુ પેન્યુલી તેની આગામી ફિલ્મ 'રશ્મિ રોકેટ'માં સૈન્ય અધિકારીની ભૂમિકામાં નીભાવી રહ્યાં છે. આ પાત્ર માટે તે હાલ પોતાના ઘરે રહીને એક અધિકારીની રીતભાત શીખી રહ્યાં છે.
પ્રિયાંશુ 'રશ્મિ રોકેટ'ની ભૂમિકા માટે સખત તાલીમ લઈ રહ્યો છે - તપસી પન્નુ ન્યૂઝ
તપસી પન્નુની આગામી ફિલ્મ રશ્મિ રોકેટમાં આર્મી ઓફિસરની ભૂમિકા નિભાવી રહેલા પ્રિયાંશુ પેન્નુલી લોકડાઉન દરમિયાન ઘરે કડક ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જો કે, તે વિડિઓ કોલ દ્વારા તેના ટ્રેનર સાથે જોડાયેલો છે.

પ્રિયાંશુએ કહ્યું, 'આગામી મહિનામાં શુ થશે તે કંઈ જ નક્કી નથી. જેના કારણે લોકો તણાવમાં રહે છે. જ્યાં સુધી તમને જાણ ન થાય કે, ત્યાં સુધી તમારે સતત ઉત્સાહી રહેવું ખૂબ મુશ્કેલ છે.
આગળ વાત કરતાં તે કહે છે કે, અભિનેતાઓનું કામ સેટ પર જઈને માત્ર શૂટિંગ કરવાનું જ નથી હોતું. અમારે પાત્રની તૈયારી કરવી પડે છે. મારે એક આર્મી ઓફિસર જેમ દેખાવું છે. જે જિમ કે ટ્રેનર સિવાય શક્ય નથી. પરંતુ મારે મારા કિરદારને પાત્રને પડદા પર ન્યાય આપવા માટે કામ કરવું જરૂરી છે. એટલે મારે ફરીથી શૂન્યથી શરૂઆત કરવી જરૂરી છે. જેથી હું કોલ અને વિડિઓ ચેટ દ્વારા મારા ટ્રેનર સાથે જોડાયેલું છું. તે મારા ખોરાક અને કસરતનું ધ્યાન રાખી રહ્યાં છે.