ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા વિસ્ફોટ પર બોલીવૂડ સ્ટાર્સે દુ:ખ વ્યકત કર્યું - બેરૂતમાં થયેલા વિસ્ફોટ પર બોલીવૂટ સ્ટારનું દુ:ખ

મંગળવારે લેબનાનની રાજધાની બેરૂતમાં વિસ્ફોટમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ બ્લાસ્ટના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, ભૂમિ પેડનેકર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ આ વિસ્ફોટના પીડિતો પ્રત્યે દુ :ખ વ્યક્ત કર્યું છે.

લેબનાનની રાજધાની બેરૂતમાં વિસ્ફોટ
લેબનાનની રાજધાની બેરૂતમાં વિસ્ફોટ

By

Published : Aug 5, 2020, 5:57 PM IST

મુંબઇ: લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા વિસ્ફોટથી દુનિયા હચમચી ઉઠી છે. આ બ્લાસ્ટમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર બ્લાસ્ટના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલેબ્સે પણ આ વિસ્ફોટના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, " આ ખૂબ ભયાનક છે અને ખતરનાક પણ.. આ વિસ્ફોટના દરેક પીડિત પ્રત્યે મારો પ્રેમ અને પ્રાર્થના."

અભિનેતા ફરહાન અખ્તરે કહ્યું કે, "જ્યારે તમારું મન તમારી આંખોએ જે જોયું તેના પર વિશ્વાસ નથી કરતું.. બેરૂત અને ત્યાના લોકો મારા મગજમાં છે."

અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને લખ્યું છે, " આ ખુબ ભયાનક હતું.. બેરૂતની શેરીઓમાં વિનાશ થયો હશે તે કલ્પના પણ કરી શકતા નથી."

ભૂમિ પેડનેકરે લખ્યું, 'આ વીડિયો જોયા બાદ મને ત્યાના લોકો માટે ખુબ દુ:ખ છે, મારી પ્રાથના બેરૂતના લોકો સાથે છે. કલ્પના કરી શકતા નથી કે 2020 કેટલું ખરાબ રહ્યું છે '

સેલિના જેટલી, નિમરત કૌર, આયશા ટાકિયા, મૌની રોય જેવા સેલેબ્સે આ ઘટનાની નિંદા કરી છે.

લેબનાનના પીએમ હસન દિઆબના જણાવ્યા અનુસાર, બંદરમાં 2750 ટન એમોનિયમ નાઇટ્રેટનો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો તેજ હતો કે સમગ્ર શહેરના કાચ તૂટી ગયા હતા. શહેરમાં અનેક બિલ્ડિંગોને નુકસાન થયું છે. લેબનાનના રાષ્ટ્રપતિએ બે અઠવાડિયા માટે બેરૂતમાં ઇમરજન્સી લાગુ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details