ન્યૂયોર્કમાં મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાથી લઇ લેડી ગાગા સુધીના બધા જ સેલિબ્રિટીઝની સ્ટાઇલ ખૂબ જ લાજવાબ રહી હતી. મેટ ગાલામાં દરેક સ્ટાર પોતાના મનપસંદ ડ્રેમેટિક લુકમાં જોવા મળ્યા હતા.જો બૉલિવુડ એક્ટ્રેસની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સ્ટનિંગ લુક્સથી પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે.
બંનેએ ફરી એકવાર પોતાના સ્ટનિંગ લુક્સ સાથે મેટ ગાલા 2019ના પિંક કારપેટ પર વોક કરતી જોવા મળી હતી. એક તરફ જ્યાં પ્રિયંકા Ralph Laurenના ગાઉનમાં જોવા મળી હતી. તે દરમિયાન પ્રિયંકા રેડ કાર્પેટમાં એકદમ જ અલગ જોવા મળી હતી. જેની કલ્પના કદાચ કોઇએ કરી ન હતી. તો તેની સાથે પતિ નિક જોનસ પણ જોવા મળ્યા હતા.
તો બીજી તરફ દીપિકા પાદુકોણ પણ પ્રિન્સેસ લુકના કારણે ફેન્સની વાહ-વાહી મેળવી હતી. તે દરમિયાન તે Zac Posen દ્વારા ડિઝાઇન કરેલા પિંક ગાઉનમાં જોવા મળી હતી.
Met Gala 2019: દીપિકા અને પ્રિયંકાનો સ્ટનિંગ અંદાજ બંને બૉલિવુડ એક્ટ્રેસે કહેર વરસાવ્યો હતો. પ્રિયંકાના લુકની વાત કરીએ તો તેમણે Diorના કલેક્શનથી સોફ્ટ પેસ્ટલ કલરનું ગાઉન પહેર્યું હતું. જેના ઘણાં કટ્સની સાથે ફૈધર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં પિંકની સાથે-સાથે યલો અને પેસ્ટલ કલર પણ હતો. ગાઉન બાદ તેના ક્રાઉન અને હેરની વાત કરીએ તો પ્રિયંકાના લુકથી એકદમ અલગ લાગતું હતું.
બૉલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણના પ્રિન્સેસ લુક પર તો બધા જ દિવાના થયા હતા. દીપિકાનો આ લુક જોઇને તમને ડિઝની પ્રિન્સેસની યાદ આવી જશે. પિંક થ્રી ડી કસ્ટમેડ ટ્યુબ ગાઉનોને દીપિરાએ ઓક્સબ્લડ લિપ કલર અને પિંક સ્મોકી આઇઝથી ખુબસુરત લુક આપ્યો હતો. વધુમાં તમને જણાવીએ તો મેટ ગાલા 2019ની થીમ 'Camp: Notes on Fashion' હતી. આ દરમિયાન મેટ ગાલામાં બેસ્ટ ડિઝાઇનર, એક્ટર, સિંગર સિવાય કેટલીય મોટી હસ્તીઓ પહોંચી હતી.