મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પોપ સિંગર પતિ નિક જોનાસે તેમના ઘરે નવા મહેમાનનું સ્વાગત કર્યું છે.આ નવો મહેમાન બીજું કોઈ નહીં પરંતુ તેનો નવો શ્વાન પાંડા છે. પ્રિયંકા અને નિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાંડાનો ફોટો શેર કરીને આ સમાચાર શેર કર્યા છે.
પ્રિયંકા પાસે પહેલાથી જ બે શ્વાન જીનો અને ડાયના હતાં અને હવે તેણે પાંડાને દત્તક લીધો છે. પ્રિયંકાએ નિક અને તેના બધા શ્વાન સાથે ફોટો પણ શેર કર્યો છે. તેમણે ફોટો શેર કરતી વખતે લખ્યું, 'અમારો નવો ફેમિલી ફોટો.. પાંડા... અમે થોડા અઠવાડિયા પહેલા આ છુટકૂને દત્તક લીધું છે. અમને બરાબર ખબર નથી પરંતુ એવું લાગે છે કે તે હસ્કી અને ઓસ્ટ્રેલિયન શેફર્ડનું મિશ્રણ છે. તેની આંખો તો જુઓ... અને કાન પણ !!! '
પ્રિયંકાના આ ફોટામાં તેમની ડોગ ડાયના ખૂબ જ વિચિત્ર લાગી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે, " ડાયના ફોટોશૂટ દરમિયાન સાથે નહોતી, તેથી તેણે ડાયનાનો ફોટો તેમના ફેમિલી ફોટો માટે એડિટ કરાવ્યો છે. નિક જોનસના મોટા ભાઈ કેવિને ટિપ્પણીમાં કહ્યું, ડાયનાનું સારું એડિટ કરાવ્યું છે."
પ્રિયંકા અને નિકે હાલમાં જ બિહાર અને આસામમાં પૂર પીડિતોને સહાય માટે દાન આપ્યું હતું. પ્રિયંકાએ પણ ચાહકોને અપીલ કરી હતી અને લખ્યું છે કે, "ભારતમાં ભારે વરસાદના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વિનાશ સર્જાયો છે. મારો જન્મ થયો તે બિહાર રાજ્ય સતત વરસાદને કારણે પૂરમાં વિનાથ પાપ્યો છે. આસામની જેમ, લોકો ત્યા પણ પ્રભાવિત થયા છે અને ઘણા લોકો વિસ્થાપિત થયા છે."
વર્ષ 2000માં પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી, તે ફિલ્મો તરફ તે આગળ વધી હતી. 2002 માં, પ્રિયંકાએ તમિળ ફિલ્મ "થમિજહન"થી અભિનયની શરૂઆત કરી હતી. જે પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને પોતાની મહેનતના જોરે આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી.