ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સામાજીક કાર્ય કરતી મહિલાઓ માટે દેશી ગર્લ આવી આગળ - પ્રિયંકા ચોપરા ન્યૂઝ

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પીએમ કેર્સ ફંડ, યુનિસેફ, ફિડિંગ અમેરિકા અને ગુંજ જેવા સંગઠનોમાં દાન કર્યુ છે. તેમજ આ સંકટમાં સમાજની સુધારણા માટે કાર્યરત મહિલાઓને ટેકો આપવા માટે એક મિલિયન ડોલરની આર્થિક અનુદાન આપવાનું નક્કી કર્યું છે.

Etv Bharat, Gujarati News, Priyanka Chopra News, Bollywood NEws, CoronaVirus News
સામાજીક કાર્ય કરતી મહિલાઓ માટે દેશી ગર્લ આવી આગળ

By

Published : Apr 1, 2020, 9:59 PM IST

લોસ એન્જલસ: વિ'દેશી' ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ આ સંકટની ઘડીમાં ફરી એકવાર મદદ માટે આગળ આવી છે. તેમણે આ રોગચાળામાં સમાજીક સંસ્થાા બોન વીવમાં મહિલાઓને ટેકો આપવા માટે એક લાખ ડોલરની આર્થિક મદદ કરી છે.

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર જાણ કરતાં લખ્યું છે કે, તેને આગામી કેટલાક અઠવાડિયામાં એક બ્રાન્ડ સાથે પ્રમોશનલ ઇવેન્ટ લોન્ચ કરવી હતી પરંતુ કોરોનાવાયરસને કારણે તેણે તેની આ યોજના મુલતવી રાખવાનો નિર્ણય લીધો. અને હવે તે પ્રોજેક્ટનું રોકાણ આ મહિલાઓને મદદ કરવામાં ઉપયોગ કરશે, જેમને મદદની સખત જરૂર છે. જે મહિલાએ કોરોના સામેની લડતમાં સમાજમાં ઉત્કૃષ્ટ કામ કરી લોકોની સહાયતા કરી રહી છે.

પ્રિયંકાએ એક વીડિયો શેર કરતા યુઝર્સને અપીલ કરી કે તેઓ આવી મહિલાઓને નોમિનેટ કરે.

પ્રિયંકાએ એક નિવેદનમાં કહ્યું કે, "અમે આ કટોકટીની ઘડીએ એવી મહિલાઓને એક લાખ ડોલર આપીશું. જે આ સંકટમાં મદદ માટે આગળ આવી રહી છે. જો તમે એવી કોઈ મહિલાને ઓળખતા હોય, જેને આપણે લોકો સમક્ષ લાવવી જોઈએ તો તમે તે મહિલાની કહાની અમારી સાથે શેર કરો. પછી ભલે તે સર્વિસ ઉદ્યોગની હોય અથવા મોટો અથવા નાનો ધંધો ચલાવતી હોય અથવા આપત્તિ સંબંધિત કામ સાથે જોડાયેલી છે. અમે તેમનું સ્વાગત કરીશુ અને તેમને અભિનંદન આપવા માગીએ છીએ. "

ABOUT THE AUTHOR

...view details