મુંબઇ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બોલીવુડ સ્ટાર્સ માટે એક મોટો ફેસ્ટિવલ છે. સ્ટાર્સ માટે આ ફેસ્ટમાં જોડાવું એ સન્માનની વાત ગણાય છે.ગયા વર્ષે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પહેલી વખત નીક સાથે કેન્સમાં ભાગ લીધો હતો.અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેન્સ 2019 ની યાદોને સાદ કરતા એક વીડિઓ શેર કર્યો હતો.
તે સમયે અભિનેત્રી સાથે તેનો પતિ નિક જોનસ પણ હતો. આ શેર કરેલા વીડિયોમાં પ્રિયંકા વિવિધ પ્રકારના આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોની સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ગયા વર્ષે આ સમય હતો જ્યારે હું પહેલી વખત નીક સાથે કેન્સમાં ગઇ હતી. પ્રિયંકાએ પણ આ વીડિયોમાં નિકને હાર્ટ ઇમોજી સાથે ટેગ કર્યો છે.