મુંબઈ: પાવર કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં લોકડાઉનને કારણે લોસ એન્જલસમાં પોતાના ઘરે બંધ છે.પરંતુ તેઓએ સોસિયલ મીડિયા દ્વારા તેમની પહેલી ડેટની બીજી એનિવર્સરીની ઉજવણી કરી હતી.અને સાથેજ કેટલીક સુંદર ફોટો પણ શેર કરી છે. બન્નેએ ઇંસ્ટાગ્રામ પર તેમની ડેટ નાઇટની ફોટો પોસ્ટ કરી છે.
'બેવોચ' અભિનેત્રીએ ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું હતું કે, '2 વર્ષ પહેલા આજના દિવસે અમે સાથે પહેલો ફોટો કલિક કર્યો હતો.ત્યારથી આજ દીન સુધી તે મને ખૂબ ખુશી અને પ્રેમ આપ્યો છે.'