ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દેશી ગર્લની વિદેશી બાબુ સંગ દિવાળી, ફોટો કર્યા શેર - પ્રિયંકા ચોપડાની દિવાળી

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિંયંકાની લગ્ન બાદ પહેલી દિવાળી છે. આ ખાસ અવસરે પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લગ્ન બાદ પહેલી દિવાળી સેલિબ્રેટ કરતો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

trtr

By

Published : Oct 27, 2019, 3:10 PM IST

પ્રિયંકા ચોપડા વિદેશમાં રહીને પણ ભારતીય પરંપરા અને તહેવારોને ભુલી નથી. તાજેતરમાં પ્રિયંકાએ પતિ સાથે કરવા ચોથની પણ ઉજવણી કરી હતી. જેના ફોટો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. દિવાળીનો તહેવાર પણ તે પતિ નિક સાથે સેલિબ્રેટ કરી રહી છે. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ગોલ્ડન સાડીમાં નિક સાથે ખુબ જ સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાએ ત્રણ ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં તે પતિ નિક સાથે જોવા મળી રહી છે. જ્યારે બીજા ફોટોમાં તે પોતાના પરિવાર સાથે દેખાઈ છે. આ જોઈને લાગે છે કે એકટ્રેસ ન્યુયોર્કમાં રહીને પણ ભારતીય પંરપરા અને તહેવારોને પુરા મનથી માણે છે.

ABOUT THE AUTHOR

...view details