મુંબઇ: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ગ્લોબલ આઇકોન તરીકે સમગ્ર દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. પ્રિયંકાએ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે.
અભિનેત્રીએ આઉટસાઇડર તરીકે બોલીવુડમાં પગ મૂક્યો હતો અને પોતાની મહેનતના જોરે આ સ્થાન મેળવ્યું હતું.
આ 20 વર્ષોમાં પ્રિયંકાએ ફક્ત બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાનો અભિનય ફેલાવ્યો છે.
તેમના કેટલાક ચાહકોએ તેમની સફળતા દર્શાવતો એક વીડિઓ તૈયાર કર્યો છે. જેને પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને તેના પ્રશંસકોનો આભાર પણ માન્યો હતો.
વીડિયો સાથેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, 'મનોરંજનના 20 વર્ષ પૂરા. મારા બધા ચાહકોનો આભાર કે જેમણે મને આ રીતે મને અભિનંદન પાઠવ્યા. હું તમને બધાને કોઈક વાર મળવા માંગુ છું. હું આ ક્ષણ તમારા બધા સાથે ઉજવવા માંગુ છું. આભાર.
7 મિનિટના આ વીડિયોમાં પ્રિયંકાની ઘણી સફળતા બતાવવામાં આવી છે, જેના કારણે તેને ગ્લોબલ આઇકોનનો દરજ્જો મળ્યો છે.
પ્રિયંકા પહેલી ભારતીય મહિલા બની છે જેની પાસે તેના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
પ્રિયંકાની કારકિર્દીની વાત કરીએ તો તેણે તમિલ ફિલ્મ 'થમિજાન' થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે જ સમયે, તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પહેલું પગલું વર્ષ 2003 માં આવેલી ફિલ્મ 'ધ હીરો' થી બનાવ્યું હતું. પ્રિયંકાની પહેલી ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી ન હતી પરંતુ તેણે ડિરેક્ટર અને ફિલ્મ નિર્માતાઓની નજરમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
અભિનેત્રીએ 'અંદાઝ', 'બ્લેકમેલ', 'બરસાત', 'ડોન', 'ફેશન', 'કમિને', 'સાત ખુન માફ', 'ગુંડે', 'બાજીરાવ મસ્તાની', 'ધ સ્કાય ઇઝ પિંક' સહિત ઘણી બોલીવુડ ફિલ્મો કરી છે.