ટોરન્ટો: કોરોના વાઇરસ મહામારીને લીધે દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ સમારંભ જેવા કે એમી, બાફ્ટા, કાન્સ, ઓસ્કાર જેવા આયોજનો પાછળ ઠેલાઈ રહ્યા છે અથવા વર્ચ્યુઅલી આયોજીત થઈ રહ્યા છે. કેનેડામાં યોજાનાર ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ડિજિટલ સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેની રેડ કાર્પેટ ઇવેન્ટ પણ વર્ચ્યુઅલ રહેશે.
અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરા ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં એમ્બેસેડર તરીકે આમંત્રિત
અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરાને ટોરન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2020માં એમ્બેસેડર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. કોરોના મહામારીને લીધે આ સમારોહ 10 થી 19 સપ્ટેમ્બર વચ્ચે ડિજિટલ સ્ક્રીનીંગ અને વર્ચ્યુઅલ રેડ કાર્પેટ સાથે આયોજીત થશે.
અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરા ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં એમ્બેસેડર તરીકે આમંત્રિત
આ વખતે આ ફિલ્મ ફેસ્ટિવલમાં એમ્બેસેડર તરીકે અનુરાગ કશ્યપ અને પ્રિયંકા ચોપરાને આમંત્રિત કરવામાં આવ્યા છે. 50 મહેમાનોની યાદીમાં આ બે ઉપરાંત માર્ટિન સ્કોર્સિસ, અલ્ફાંસો કવારોન, ડવાઈન જોનસન, ટાઈકા વાઇટીટી, નિકોલ કિડમેન જેવી સેલિબ્રિટીઝ પણ સામેલ છે.
ફેસ્ટિવલ ની 45મી આવૃત્તિમાં પ્રથમ પાંચ દિવસોમાં સોશીયલ ડિસ્ટન્સ સાથે 50 ફિલ્મોના સ્ક્રીનીંગ ની યોજના છે જેના માટે સ્વાસ્થ્ય વિભાગની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.