ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપડા પ્રથમ વખત જોવા મળશે એકસાથે

મુંબઇ: પ્રિયંકા ચોપડા તથા રાજરમાર રાવ તેમની આગામી ફિલ્મ "દ વ્હાઇટ ટાઇગર"માં પ્રથમ વખત સાથે જોવા મળશે.બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તથા રાજકુમાર રાવ તેમની નેટફ્લિક્સની આગામી ફિલ્મ "દ વ્હાઇટ ટાઇગર"માં મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ અરવિંદ અડિંગના "દ વ્હાઈટ ટાઇગર"નામક પુસ્તક પર આધારીત છે.જેણે રમિન બહારાની દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે.

file photo

By

Published : Sep 4, 2019, 11:14 AM IST

નેટફ્લિક્સ પ્રોજેક્ટ વિશે વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, અરવિંદ અડિગની વાર્તાને ફિલ્મમાં લાવવા માટે હું રમિન બહારાની તથા નેટફ્લિક્સ સાથે કામ કરવા ખુબ ઉત્સાહી છું.પ્રિયંકા ફિલ્મમાં એક્ઝીક્યૂટિવ પ્રોડયૂસરના રૂપમાં જોવા મળશે.તેમણે કહ્યું કે,હું આ ફિલ્મમાં પ્રથમ વખત રાજકુમાર રાવ સાથે કામ કરીશ અને ભારતમાં ફિલ્મ લાવવા માટે હું ખુબ ઉત્સાહી છું.

તો આ વિશે રાજકુમારે કહ્યું કે,હું આ ફિલ્મને લઇ ખુબ ઉત્સાહી છું.હું રામિનનો ખુબ મોટો ફેન છું.


"દ વ્હાઇટ ટાઇગર" એક સામાન્ય વ્યક્તિની સફળતાની વાર્તા છે.આ ફિલ્મની શૂટિંગ આ વર્ષના અંત સુધી થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details