ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું? - PRIYANKA CHOPRA AND NICK JONAS

પ્રિયંકા ચોપરા (Priyanka chopra jonas) તાજેતરમાં સરોગસી દ્વારા પ્રથમ બાળકની માતા બની ગઇ છે, ત્યારે તેણે કહ્યું કે અમે અમારા પ્રથમ બાળકને લઇને ખુબ ખુશ છીએ. આ સાથે તેઓ ફરીથી બીજું સંતાન (Priyanka Chopra baby Phtotos) કરવા માંગે છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું?
પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું?

By

Published : Jan 24, 2022, 10:41 AM IST

લોસ અંજિલ્સ: ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka chopra jonas) અને તેના અમેરિકન પોપ સ્ટાર પતિ નિક જોનસ તાજેતરમાં સરોગેટ બાળકના માતા-પિતા બન્યા છે. 39 વર્ષીય અભિનેત્રીએ તાજેતરમાં સરોગેટ દ્વારા તેના પ્રથમ બાળકના આગમનની ખુશી શેર કરી હતી. આ સાથે બન્ને સ્ટાર્સે જણાવ્યું કે, તેઓ વધુ એક બાળક (Priyanka Chopra baby Phtotos) કરવા માંગે છે.

ભવિષ્યમાં વધુ એક બાળક કરવા માટે આતુર

સૂત્રોના જણાવ્યાં અનુસાર, સેલિબ્રિટી દંપતીના મિત્રો પણ નવા માતા-પિતા બનવા માટે ઉત્સાહિત છે અને આ યુગલ ભવિષ્યમાં વધુ એક બાળક કરવા માટે આતુર છે. 2018માં પોપ સ્ટાર સાથે લગ્ન કરનાર અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ (Priyanka chopra instagram account) પર ખુશીના સમાચાર આપ્યાં હતાં.

પ્રિયંકાએ ફોટો-શેરિંગ પ્લેટફોર્મ પર કહ્યું

પ્રિયંકાએ ફોટો-શેરિંગ પ્લેટફોર્મ પર કહ્યું, 'અમે એ વાતની પુષ્ટિ કરતા ખૂબ જ ખુશી અનુભવી છીએ કે, અમે સરોગેટ દ્વારા એક બાળકનું સ્વાગત કર્યું છે. અમે આ ખાસ સમય માટે આદરપૂર્વક અંગત સમય માટે પૂછીએ છીએ કારણ કે, અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ'.

હોલિવૂડ સ્ટારે પહેલા સંતાનની મહત્વાકાંક્ષા વિશે વાત કરી

હોલિવૂડ સ્ટારે પહેલા સંતાનની મહત્વાકાંક્ષા વિશે વાત કરી અને પ્રિયંકાએ કહ્યું કે, તેને બાળકોનો ખૂબ શોખ છે અને તે આગામી સમયમાં વધુ બાળકોની યોજના બનાવશે.

આ પણ વાંચો:

મેકઅપ દરમિયાન સારાની વૈનિટી વેનમાં બ્લાસ્ટ

શું સૈફનો પુત્ર ઈબ્રાહિમ પલક તિવારીને ડેટ કરી રહ્યો છે? અફવા પરથી ઉઠ્યો પડદો

ABOUT THE AUTHOR

...view details