મુંબઇ: દુનિયાભરમાં પોતાની ઓળખ ઉભી કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસ આસામના પૂરપીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. તેમણે આ અંગેની વિગતો ટ્વીટર પર શેર કરી તેમના ચાહકોને પણ શક્ય તેટલી મદદ કરવા જણાવ્યું છે.
આસામ ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા એ ટ્વીટ કરતા લખ્યું, "આપણે સૌ હજી પણ વૈશ્વિક મહામારી ના પ્રભાવમાંથી બહાર આવ્યા નથી તેવામાં ભારતનું એક રાજ્ય આસામ એક અન્ય મોટા સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ભારે વરસાદના કારણે પૂર આવવાથી લાખો લોકોના જીવન બરબાદ થઇ ગયા છે. તેમને આપણા સાથની જરૂર છે."
"હું કેટલાક સંગઠનોની માહિતી શેર કરી રહી છું જે ગ્રાઉન્ડ લેવલ પર આસામમાં ઘણું સારું કામ કરી રહ્યા છે. તેમને મે અને નિકે મદદ કરી છે. આવો આપણે સૌ તેમને આ કાર્યમાં સહાયરૂપ બનીએ."