પ્રિયંકા-નિકને મળ્યો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019"નો એવોર્ડ
મુંબઇ: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તથા તેમના પતિ નિક જોનસે પીપલ મેગઝીનનો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019" મેળવ્યો છે. બી ટાઉનના રોમાન્ટિક કપલની યાદીમાં પ્રિયંકા ચોપડા તથા તેમના પતિ નિકને મેગઝીનનો "બેસ્ટ ડ્રેસ ઓફ ધ યર 2019"નો એવોર્ડ મળ્યો છે. પ્રથમ વખત મેગઝીને કોઇ કપલને આ એવોર્ડ આપ્યો છે.
file photo
જણાવી દઇએ કે, પ્રિયંકા તથા નિક એક સાથે જોવા મળે છે. તેઓ કાન્સથી લઇ મેટ ગાલા સુધી સાથે જ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પ્રિયંકા ટૂંક સમયમાં જ રાજકુમાર સાથે જોવા મળશે.