ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપડા અને નવ્યા નંદાએ હાર્વર્ડ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મેળવનારી ઝારખંડની સીમાની પ્રશંસા કરી - પ્રિયંકા ચોપડા અને નવ્યા નંદાએ ઝારખંડની સીમાની પ્રશંસા કરી

પ્રિયંકા ચોપડા અને નવ્યા નવેલી નંદાએ ઝારખંડની યુવતી સીમા કુમારીની પ્રશંસા કરી છે. કારણ કે તેને હાર્વર્ડ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળી છે. સીમા જે 2021ના YUWAવર્ગની સ્નાતક છે. તે ઝારખંડના ઓરમાનજળી સ્થિત દાહુ નામના નાના ગામની છે અને વંચિત માતા-પિતાની પુત્રી છે.

priyanka chopra praises jharkhand girl
priyanka chopra praises jharkhand girl

By

Published : Apr 24, 2021, 11:32 AM IST

  • ઝારખંડની યુવતી સીમાને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મળી
  • મજૂર પિતાની પુત્રી સીમાની સિદ્ધિની દરેક લોકોએ વખાણ કર્યા
  • પ્રિયંકા ચોપડા અને નવ્યા નવેલી નંદાએ સીમાની જોરદાર પ્રશંસા કરી

મુંબઇ : ઝારખંડની યુવતી સીમાને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મળી છે. જેની ચર્ચા દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. મિલમાં કામ કરતા મજૂર પિતાની પુત્રી સીમાની સિદ્ધિની દરેક લોકો વખાણ કરી રહ્યા છે. જેને લઈને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ સીમાની જોરદાર પ્રશંસા કરી છે અને તેની સફળતાની સ્ટોરી તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રિયંકા ચોપડાએ સીમાની પ્રશંસામાં લખ્યાં આ શબ્દો

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ શુક્રવારે કેમ્બ્રિજની હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મેળવનારી ઝારખંડની રહેવાસી સીમાની પ્રશંસા કરી હતી. પ્રિયંકા ચોપરાએ સીમાની વાર્તા ટ્વિટર પર શેર કરી હતી અને પોતાની પોસ્ટને કેપ્શન આપી હતી કે, "એક છોકરીને શિક્ષિત કરો અને તે દુનિયા બદલી શકે છે. આવી પ્રેરણાદાયી સિદ્ધિ. બ્રાવો સીમા હું એ જોવા માટે રાહ જોઈ શકતી નથી કે તમે આગળ શું કરશો. "

Harvard scholarship

આ પણ વાંચો :સલમાન ખાનની આગામી ફિલ્મ રાધેનું ટ્રેલર થયું રિલીઝ

નવ્યા નવેલી નંદાએ આ વાર્તા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

બીજી તરફ, અમિતાભ બચ્ચનની પૌત્રી નવી નવેલીએ સીમા અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યુ હતું કે યંગ ઇન્ડિયા. "ગયા અઠવાડિયે, 2021ના ​​સ્નાતકે મેસેચ્યુસેટ્સના કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંપૂર્ણ શિષ્યવૃત્તિ સ્વીકારી. સીમા ઓરમાંજિના એક ગામમાં નિરક્ષર માતાપિતાની પુત્રી છે. તેમનો પરિવાર ખેતી કરે છે અને તેના પિતા સ્થાનિક દોરીની ફેક્ટરીમાં નોકરી કરે છે. 2012માં યુમાકા ફૂટબોલ ટીમમાં શામેલ થઈ તે પછી સીમાએ બાળ લગ્નથી બચવા માટે શિક્ષણના અધિકાર હેઠળ લડાઈ લડી હતી અને શોર્ટ્સ પહેરવાથી તેની મજાક ઉડવા છતા તે વર્ષો સુધી ફૂટબોલ રમી હતી. તે યુનિવર્સિટીનો અભ્યાસ કરનારી તેના પરિવારની પહેલી મહિલા હશે. "

આ પણ વાંચો :હું મારા કામને ખૂબ જ પ્રેમ કરું છું: પ્રિયંકા ચોપડા

નવેલીએ સીમાના વખાણમાં આ વાત લખી

"વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીએ મોટી સંખ્યામાં અરજીઓને લીધે આ વખતે બહુ ઓછા લોકોને તક આપી હતી. જેમાં ફક્ત 3.4%ને જ તક મળી હતી. તમામ અવરોધો પાર કરી સીમાએ આ સ્થાન મેળવ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હજી સુધી તે કયા વિષયની પસંદગી કરશે તે અંગે સીમાને ખબર નથી. તેમ છતાં સીમાએ આ હાંસલ કરીને એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. મહિલાઓ પ્રત્યેનો જાતિભેદ, ઘરેલું હિંસા, બાળલગ્ન સામેના અન્યાયને ઘટાડવા સમુદાય જરૂરી છે. આ ફક્ત આર્થિક વિકાસમાં જ નહીં પણ સામાજિક વિકાસમાં ભાગીદાર પણ છે. હા સ્ત્રીઓ દરેક ઘરના નિર્ણય લેવામાં ભાગ લે છે.

ABOUT THE AUTHOR

...view details