મુંબઇ: ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કાલ'ના ગીત' શાયદ ' પર લોકડાઉન વર્ઝન બનાવવામાં આવ્યું છે. તે માટે સંગીતકાર પ્રીતમ અને ગાયક અરિજિત સિંહે સાથે કામ કર્યું છે.નવા ગીતનું શીર્ષક 'શાયદ-આજકાલ' છે અને તે પ્રેમ, વિશ્વાસ અને આશા પર આધારિત છે.
કોરોના વોરિયર્સને સલામ કરવા પ્રીતમ અને અરિજિત સિંહે "શાયદ " ગીત કંપોઝ કર્યું - શાયદ ગીત
પ્રીતમ અને અરિજિત સિંહે 'લવ આજ કાલ' ફિલ્મના ગીત 'શાયદ' પર લોકડાઉન વર્ઝન બનાવ્યું છે. 'શાયદ-આજકાલ' ગીત તે લોકડાઉન દરમિયાન દિવસ રાત કામ કરનાર કોરોના વોરિયર્સની ભાવનાને સલામ કરે છે.
કોરોના વોરિયર્સને સલામ કરવા પ્રીતમ અને અરિજિત સિંહે "શાયદ " ગીત કંપોઝ કર્યું
તે કોરોનો વાઇરસ સામે યુદ્ધ લડતા ફ્રન્ટલાઈન વોરિયર્સની ભાવનાને સલામ કરે છે. આ અંગે પ્રીતમે કહ્યું કે, 'શાયદ-આજકાલ' ખૂબ જ ખાસ ગીત છે, તે બધા ફ્રન્ટલાઈન વોરિયર્સના સમ્માનમાં છે, જે આપણા દેશની નિ: સ્વાર્થ સેવા કરી રહ્યા છે. અમે આ ગીત દ્વારા પ્રેમ અને વિશ્વાસ ફેલાવવાની આશા રાખીએ છીએ, જે સમયની આવશ્યકતા છે. આ ખરાબ સમય પણ પસાર થઇ જશે તેવી આશા આ ગીતમાં દર્શાવામાં આવી છે..
પ્રીતમ દ્વારા કંપોઝ અને અરિજિતે ગાયેલું આ ગીત લોકડાઉન દરમિયાન કંપોઝ અને શૂટ કરવામાં આવ્યું હતું.
Last Updated : Jun 9, 2020, 11:00 PM IST