ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં પોતાના ઘરે જ ઉગાડ્યા શાકભાજી, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ - preity Zinta garden

બૉલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા(Preity Zinta) હાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાના વીડિયોઝ અને ફોટોઝ શેર કરીને ખૂબ જ ધૂમ મચાવતી હોય છે. ત્યારે હાલમાં પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા નાના છોડને કાપી રહી છે. પ્રીતિ ઝિન્ટાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન તેણે તેની માતા સાથે મળીને ઘરમાં જ ફળ અને શાકભાજી ઉગાડ્યા હતા.

પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા

By

Published : Jul 2, 2021, 3:57 PM IST

  • અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ઘરમાં જ કરી ખેતી
  • લૉકડાઉનમાં ઘરમાં જ ફળ અને શાકભાજીનું કર્યું વાવેતર
  • એક વર્ષ પછી શાકભાજી અને ફળ મોટા થતા પ્રીતિએ વ્યક્ત કરી ખુશી

ન્યૂઝ ડેસ્ક(Bollywood News):બૉલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) ફરી એક વાર પોતાના વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તેણે સોશિયલ મીડિયા પર એવો વીડિયો મુક્યો છે, જેને જોઈ તેના ફેન્સ ચોંકી ગયા હતા. આ વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા પોતે ઘરમાં ઉગાડેલા શાકભાજી અને ફળને કાતરથી કાપી રહી છે. આ સાથે જ પ્રીતિ ઝિન્ટાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ગયા વર્ષે તેણે તેની માતા સાથે મળીને ઘરમાં સ્ટ્રોબેરી, ઓરેન્જ, ટામેટા, લાલ અને લીલા મરચા અને લિંબુ જેવા શાકભાજી અને ફળ ઉગાડ્યા હતા, જે હવે ખૂબ જ મોટા થઈ ગયા છે.

આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાએ તેના ડોગી બ્રુનો સાથે સમુદ્રકિનારાની મજા માણી

પ્રીતિએ ઘરમાં જ ખેતી કરવા લોકોને આપી પ્રેરણા

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ વીડિયોના કેપ્શનમાં 'ઘર કી ખેતી' લખીને પણ લોકોને ઘરમાં જ ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી. પ્રીતિ ઝિન્ટા અત્યારે અમેરિકાના લોસ એન્જિલસમાં પોતાના પતિ સાથે રહે છે અને તેણે પોતાના ઘરના જ ગાર્ડનમાં આ શાકભાજી અન ફળ ઉગાડ્યા હતા. આ સાથે જ વીડિયો શેર કરતા પ્રીતિ ઝિન્ટાએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ઉત્સાહી છું કે આ તમામ શાકભાજી અને ફળ મોટા થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details