ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Preity Zinta: પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની - જિયા ઝિન્ટા ગુડનફ

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા(Bollywood actress Preity Zinta) જોડિયા બાળકોની માતા બની છે. તેણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આપી છે. પ્રીતિ ઝિન્ટા(Preity Zinta) 46 વર્ષની ઉંમરે સરોગેસી દ્વારા માતા બની હતી.

Preity Zinta: પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની
Preity Zinta: પ્રીતિ ઝિન્ટાના ઘરે પારણું બંધાયું 46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની

By

Published : Nov 18, 2021, 4:21 PM IST

Updated : Nov 18, 2021, 10:00 PM IST

  • બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાના ઘરેઆનંદનો માહોલ
  • પ્રીતિ ઝિન્ટા 46 વર્ષમાં જોડિયા બાળકોની માતા બની
  • પ્રીતિ ઝિંટાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ જીન ગુડનફ સાથે એક તસવીર શેર કરી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાના (Preity Zinta)ઘરે આનંદનો માહોલ છે. અભિનેત્રીના ઘરમાં કિલકારીઓ ગુંજી ઊઠી છે. પ્રીતિ ઝિન્ટા 46 વર્ષમાં જોડિયા બાળકોની માતા(Mother of twins ) બની છે. પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. પ્રીતિ ઝિંટાએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ જીન ગુડનફ (gene goodenough) સાથે એક તસવીર શેર કરીને આ માહિતી આપી છે.

પ્રીતિના જોડિયા બાળકોના નામ

પ્રીતિ ઝિન્ટાએ સરોગેસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેઓએ તેમના બાળકોના નામ જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફ રાખ્યા છે. પ્રીતિ ઝિંટાએ લખ્યું કે, 'હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. હું અને જીન ખૂબ ખુશ છીએ. કારણ કે અમારા ઘરે ટ્વિન્સ જય ઝિન્ટા ગુડનફ (Jai Zinta Goodenough)અને જિયા ઝિન્ટા ગુડનફનો(Jia Zinta Goodenough) જન્મ થયો છે.

પ્રીતિએ ડોકટરો અને સરોગેટનો પણ આભાર માન્યો

પ્રીતિએ ડોકટરો અને સરોગેટનો પણ આભાર માન્યો અને લખ્યું કે 'અમારી આ અદ્ભુત યાત્રાનો ભાગ બનવા માટે તમામ ડોકટરો, નર્સો અને અમારા સરોગેટનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

ચાહકો અભિનંદન આપી રહ્યા છે

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં તેના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. જોડિયા બાળકોના માતા-પિતા બનવા બદલ ચાહકો સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટા અને જીન ગુડનફને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચોઃનવાઝુદ્દીન સિદ્દીકીએ મેકમાફિયા 47માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડ્રામા ખિતાબ જીત્યો

આ પણ વાંચોઃબોલિવૂડનું એક કપલ લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરવા અલમોડાની વાદીએ પહોંચ્યું

Last Updated : Nov 18, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details