કલ્કીએ કહ્યું હતું કે, તે બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે. જે એક ઈઝરાયલી શાસ્ત્રીય પિયાનોવાદક છે. કલ્કીએ પોતાના મોબાઈલ ફોનનો પણ ઉપયોગ ઓછો કરી દીધો છે.
કલ્કી કોચલિન પ્રેગ્નન્ટ, પાણીમાં બાળકને જન્મ આપશે - સેક્રેડ ગેમ્સ-2
મુંબઈ: અભિનેત્રી કલ્કી કોચલિન પેગ્નન્ટ છે. 35 વર્ષીય અભિનેત્રી ડિસેમ્બરમાં બાળકને જન્મ આપશે. કલ્કી ગોવામાં બાળકને પાણીમાં જન્મ આપવા માગે છે. જેને વોટર બર્થ પણ કહેવામાં આવે છે.
kalki
એક રિપોર્ટ પ્રમાણે પ્રેગ્નન્સીને કારણે પોતાનામાં આવેલા ફેરફાર પર કલ્કીએ કહ્યું હતું કે, તે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગઈ છે. કામ ચાલુ રાખશે કે નહીં? તેના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે, તે હવે એવું જ કામ કરશે, જેમાં તેને બાળકની દેખભાળ રાખવામાં મદદ મળે. હાલમાં તેની પ્રાથમિકતા માત્ર બાળકની છે.
ઉલ્લેખનીય છે કે, કલ્કી કોચલિન વબે સીરિઝ સેક્રેડ ગેમ્સ-2માં જોવા મળી હતી.