ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ 'પ્રતિજ્ઞા'ને 45 વર્ષ પૂર્ણ થતાં ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફિલ્મની ક્લિપ્સ શેર કરી - ધર્મેન્દ્ર અને હેમા માલિનીની સુપરહિટ ફિલ્મ 'પ્રતિજ્ઞા'

ધર્મેન્દ્રની સુપરહિટ ફિલ્મ 'પ્રતિજ્ઞા'ને રિલીઝ થયાને 45 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે તેમણે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મ 'પ્રતિજ્ઞા'ને 45 વર્ષ પૂર્ણ થતાં ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફિલ્મની વીડિયો ક્લિપ્સ શેર કરી
ફિલ્મ 'પ્રતિજ્ઞા'ને 45 વર્ષ પૂર્ણ થતાં ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફિલ્મની વીડિયો ક્લિપ્સ શેર કરી

By

Published : Jun 28, 2020, 4:27 PM IST

મુંબઇ: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્ર ભલે ઘણા સમયથી ફિલ્મથી દુર રહ્યા હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ધર્મેન્દ્ર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના ફેંસ સાથે તેના જુના ફોટા અને વીડિયો શેર કરે છે. આ દરમિયાન, ધર્મેન્દ્રએ તેની ફિલ્મ 'પ્રતિજ્ઞા'ના ઘણા વીડિયો શેર કર્યા છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની સુપરહિટ ફિલ્મ 'પ્રતિજ્ઞા'એ તાજેતરમાં 45 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે ધર્મેન્દ્રએ આ ફિલ્મના તેના અને હેમા માલિનીના વીડિયો શેર કર્યા હતા. જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વર્ષ 1975માં રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન દુલાલ ગુહાએ કર્યું હતું અને આ ફિલ્મમાં ધર્મેન્દ્રના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફિલ્મની 3 ક્લિપ્સ શેર કરી હતી. તેણે વીડિયો શેર કરતા લખ્યું કે, 'ગુડ મોર્નિંગ મિત્રો... કેટલીક યાદો જે ભૂલાતી નથી.

ઉપરાંત, આ ફિલ્મમાં ધર્મેન્દ્રનું સુપર હિટ ગીત 'મેં જટ યમલા પગલા દીવાના' પણ હતું. જેને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details