ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે - પ્રકાશ ઝા

પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા એક આઈપીએસ અધિકારીની છે, જે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પ્રતિભાશાળી બાળકોને ભણાવે છે.

prakash-jha-next-pareeksha-to-release-on-ott
પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

By

Published : Jun 23, 2020, 3:44 PM IST

મુંબઈઃ પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા એક આઈપીએસ અધિકારીની છે, જે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પ્રતિભાશાળી બાળકોને ભણાવે છે.

તેમણે કહ્યું કે, 'આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ અને લોકોથી પ્રેરિત છે. અભયાનંદ એક આઈપીએસ અધિકારી અને શિક્ષણવિદ્ છે. જે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કામ કરતી વખતે ગામડાઓના બાળકોના સંપર્કમાં આવ્યા હતા. આ બાળકો ખૂબ હોશિયાર હતા, જેના કારણે તેઓએ બાળકોને આઈઆઈટીની પરીક્ષા પાસ કરવા માટે ભણાવવાનું ચાલુ કર્યું હતું. તેમની સફળતાથી બિહારના ગુના પ્રભાવિત વિસ્તારો પર મોટી અસર પડી હતી.

પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

આ ફિલ્મ zee5 પર રિલીઝ થઈ રહી છે, જેના પર ઝાએ કહ્યું હતું કે, "મને આ વાર્તા કહેવાની તીવ્ર ઇચ્છા છે અને મને લાગે છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ માટે આ એક ઉત્તમ વિષય છે." 'પરીક્ષા: ધ ફાઈનલ ટેસ્ટ'માં પ્રિયંકા બોઝ, આદિલ હુસેન, સંજય સુરી અને બાળ કલાકાર શુભમ ઝા છે.

ABOUT THE AUTHOR

...view details